લાઠી ના દુધાળા ગામે જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇએ 100 ઉપરાંત સરોવરો અને ચેકડેમનુ નિર્માણ કર્યુ છે. હાલમા પણ અહી વધુને વધુ જળસંચય થઇ શકે તે માટે તેમાથી માટી ઉપાડવાનુ કામ શરૂ છે. તેમણે પોતાના ખર્ચે અહી જળસંચયની ભગીરથ કામગીરી કરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આ કામગીરી જાતે જ નીહાળવા દુધાળાની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ આસપાસના ગામોમા પણ જળસંચયની કામગીરી નીહાળવા જશે. તેમની સાથે રાજયના જળસંચય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ અહીની મુલાકાતે આવશે. બીજી તરફ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા લાઠી લીલીયા તાલુકાના 75 ગામોમા 75 દ્રષ્ટિહિન વ્યકિતઓને ફરી દ્રષ્ટિવાન બનાવવા અભિયાન હાથ ધરાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.