તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:જિલ્લામાં વિવિધ કોલેજોની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ મુલાકાત લીધી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમરેલી ડાયનેમિક ગૃપે મોમેન્ટો આપી સન્માન કર્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જિલ્લાની વિવિધ કોલેજોની મુલાકાત લીધી હતી. અહીં અમરેલી ડાયનેમિક ગૃપ દ્વારા કુલપતિ ડો. નિતીન પેથાણી અને સીન્ડીકેટના સભ્ય ડો. ગીરીશ ભીમાણીનું સન્માન કર્યું હતું.

જિલ્લાની વિવિધ કોલેજોમાં જુદી જુદી ફેકલટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારી વચ્ચે પરીક્ષા લેવાઇ રહી છે. તેવા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી અને સીન્ડીકેટના સભ્ય ડો. ગીરીશ ભીમાણીએ જિલ્લાભરની કોલેજમાં મુલાકાત લીધી હતી. વિવિધ કોલેજોના સંચાલકોએ કુલપતિ અને તેમની ટીમનું સ્વાગત કર્યું હતું.

અમરેલી ડાયનેમિક ગૃપ દ્વારા કુલપતિ ડો. નીતિન પેથાણી અને સીન્ડીકેટના સભ્ય ડો. ગીરીશ ભીમાણીને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઈ બાવીશીએ જણાવ્યું હતું કે કુલપતિએ છેલ્લા બે વર્ષમાં ખરા અર્થમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અને રોજગારી લક્ષી પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો