તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીના ચેરમેને ગાેડાઉનની લાેન લઇ મકાન ખડકી દીધું !!

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2013માં વાંશિયાળી મંડળીમાંથી 7 લાખની લોન ગોડાઉન માટે લીધા બાદ હેતુ ફેર કર્યો
  • વાંશીયાળી ગામના સરપંચ દ્વારા યોગ્ય પગલા લેવા નાબાર્ડને રજુઆત કરવામાં આવી

અમરેલી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઇ ગજેરાઅે 2013મા વાંશીયાળી મંડળીમાથી રૂપિયા સાત લાખની લાેન ગાેડાઉન માટે લીધા બાદ ગાેડાઉનને બદલે ત્યાં પાેતાનુ રહેણાંક બનાવી નાખી હેતુ ફેર કરતા વાંશીયાળીના સરપંચે અા અંગે તેમની સામે પગલા લેવા નાબાર્ડમા રજુઅાત કરી છે. વાંશીયાળીના સરપંચ શાંતીભાઇ નથુભાઇ બગડાઅે નાબાર્ડના વહિવટી અધિકારીને કરેલી રજુઅાતમા જણાવ્યું છે કે હાલના અમરેલી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઇ મગનભાઇ ગજેરાઅે વાંશીયાળી સેવા સહકારી મંડળીમાથી રૂપિયા સાત લાખની રૂરલ ગાેડાઉન લાેન લીધી હતી.

અા ગાેડાઉનની સબસીડી પણ તેના ખાતામા જમા થઇ છે. ત્યારબાદ તેમણે ગાેડાઉનની અંદર નવુ બાંધકામ કરી રહેણાંક બનાવી નાખ્યું છે. ત્રણ રૂમ અને રસાેડાના અા રહેણાંકમા હાલ તેઅાે વસવાટ કરે છે.તેમના ખાતામા અઢી લાખની સબસીડી જમા પડી છે. ખાતુ મુદત વિતી હાેવાના કારણે અા સબસીડી ઉપડે તેમ નથી. અને 2013થી અાજ સુધી મુદલ કે વ્યાજ પણ ભર્યુ નથી.

જેથી વ્યાજ સહિત રૂપિયા 18 લાખ જેવી રકમ ભરવાની થાય છે. તે સમયે તેઅાે સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ હતા અને વાંશીયાળી ગ્રામ પંચાયતના પણ સભ્ય હતા. જેથી તેમણે વગનાે ઉપયાેગ કરી હેતુ ફેર કરી નિયમ વિરૂધ્ધ મકાન બનાવેલ હાેય સરપંચે લાેનની સબસીડી રદ કરી હેતુ ફેર કરવા સબબ યાેગ્ય કાર્યવાહી કરવા લેખિત રજુઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...