ખરાબ કામગીરી:દામનગરમાં એક માસ પહેલા બનેલો સીસી રોડ ઉખળવા લાગ્યો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવો બનાવેલો માર્ગ બિસ્માર થતાં વાહન ચાલકો પરેશાન, જવાબદાર સામે પગલાં ભરો

દામનગરમા જુની ટોકીઝથી ગરનાળા સુધીનો આરસીસી માર્ગ પાલિકા દ્વારા હજુ એકાદ માસ પહેલા જ બનાવવામા આવ્યો હતો. જો કે આ માર્ગ ઉખડવા લાગતા કામ નબળુ થયુ હોવાની ફરિયાદો ઉઠી રહી છે.હજુ એકાદ માસ પહેલા જ દામનગરમા જુની ટોકીઝથી ગરનાળા સુધી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની યુડીપી હેઠળ રૂપિયા 33 લાખથી વધુના ખર્ચે આરસીસી માર્ગ બનાવવામા આવ્યો હતો. આટલા ટુંકાગાળામા જ આરસીસી માર્ગ ઉખડવા લાગ્યો છે.

આ માર્ગ બિસ્માર બનતા અહીથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.આટલા ઓછા સમયમા જ માર્ગ ઉખડવા લાગતા કામ નબળુ થયુ હોવાની ચર્ચા ઉઠી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે તપાસ કરવામા આવે તેવી માંગ ઉઠી રહી છે. માર્ગનુ કામ જાણે લોલમલોલ રીતે કરવામા આવ્યુ હોય એક માસમા જ માર્ગની આ હાલતમા બની ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...