તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પીપળવાના વેપારીની કારને ગાવડકામાં આંતરી દાેઢ લાખની મત્તાની લૂંટ ચલાવી

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંકિયાના ડમ્પર ચાલકે તલવાર બતાવી ધમકી અાપી અાચરી લુખ્ખી દાદાગીરી
  • વેપારીને સારવારમાં ખસેડાયા, બનાવ અંગે અમરેલી પોલીસ મથકમાં ફરિયાદ

અમરેલી તાલુકાના વાંકીયા ગામના બે શખ્સાેઅે થાેડા દિવસ પહેલા જ અેક વાહન ચાલકને લુંટી લીધાની ઘટના તાજી છે ત્યાં ગઇકાલે વાંકીયાના અેક ડમ્પર ચાલકે લાઠીના પીપળવા ગામના વેપારીને તલવાર બતાવી ધમકી અાપી રૂપિયા દાેઢ લાખની મતાની લુંટ ચલાવી હતી.

લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે રહેતા અને ખેતી તથા રેશનીંગની દુકાનનાે ધંધાે કરતા ભગવાનભાઇ જેઠસુરભાઇ ગરણીયા (ઉ.વ.59) અા લુંટનાે ભાેગ બન્યાં હતા. તેઅાે ગામમા રહેતા અેક સંબંધીને લઇ પાેતાની કારમા જુનાગઢ જવા માટે નીકળ્યાં હતા. અમરેલીની ગાવડકા ચાેકડીઅે પંપ પર ડિઝલ પુરાવવા તેમણે કાર ઉભી રાખી હતી. તે વખતે ડમ્પર નંબર જીજે 04 યુ 9855ના ચાલકે કારને ટક્કર થાય તે રીતે ડમ્પર ઉભુ રાખ્યુ હતુ. જે અંગે ઠપકાે અાપતા અા શખ્સે હું વાંકીયાનાે મહિપત દિલુ વાળા છું તેમ કહી ગાળાે દઇ મારી નાખવાની ધમકી અાપી હતી.

ડિઝલ પુરાવી તેઅાે અાગળ નીકળ્યાં ત્યારે મહિપત દિલુ વાળાઅે ડમ્પર લઇ તેનાે પીછાે કર્યાે હતેા. અને ગાવડકાના પાદરમા કાર અાંતરી તેમને કારમાથી બહાર ખેંચી કાઢી તલવાર બતાવી મારી નાખવાની ધમકી અાપી હતી અને તેમના ખિસ્સામાથી 4500ની રાેકડ તથા 32 ગ્રામની સાેનાની રૂદ્રાક્ષ માળા મળી રૂપિયા દાેઢેક લાખની મતાની લુંટ ચલાવી હતી. અા શખ્સે તેમને માર પણ માર્યાે હતાે. જેને પગલે અાજે ભગવાનભાઇને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. અા બારામા તેમણે અમરેલી તાલુકા પેાલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...