તોડફોડ:કાર બાઇક સાથે અથડાવા મુદ્દે યુવકને પાઇપ વડે માર્યો

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સે કારમાં પણ તાેડફાેડ કરી નુકસાન કર્યું

અમરેલીમા હનુમાનપરા પાઠક સ્કુલ પાસે કાર બાઇક સાથે અથડાવા મુદે ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી યુવકને પાઇપ વડે મારમારી કારમા તાેડફાેડ કરી નુકશાન પહાેંચાડતા તેણે અા બારામા અમરેલી સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહીની બ્રાહ્મણ સાેસાયટીમા રહેતા અકિલભાઇ માંડણભાઇ કુવાડીયા (ઉ.વ.29) નામના યુવકે અમરેલી સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે તારીખ 8/8ના રાેજ સાંજના સાડા સાતેક વાગ્યે પાેતાની કાર નંબર જીજે 06 બીટી 0241 લઇને અહીથી પસાર થતા હતા ત્યારે સામેથી અાવી રહેલા માેટર સાયકલ નંબર જીજે 14 અેઅેલ 9871ની લાઇટના કારણે અંજાઇ જતા કાર બાઇક સાથે અથડાઇ હતી.અા મુદે મીલન મીસરીભાઇ ભુવા, મહાવીર ધાધલ અને પૃથ્વીરાજ વીકમા નામના શખ્સાેઅે તેની સાથે બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ કારના બાેનટ તથા કાચ તાેડી નાખી નુકશાન કર્યુ હતુ. બનાવ અંગે પીઅેસઅાઇ અેમ.પી.પંડયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.