ફિનાઇલ પીધું:ધંધો બરાબર ચાલતો ન હોઇ બે યુવાનોએ ઝેરી દવા પીધી

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી શહેરના બે યુવક બેકારીનો ભોગ બન્યા
  • બંને યુવકોને​​​​​​​ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા

અમરેલીમા રહેતા એક યુવકે ઓપરેટરનુ કામ ચાલતુ ન હોય અનાજમા નાખવાના ઝેરી ટીકડા પી લીધી હતી. જયારે અન્ય એક યુવકે હપ્તેથી બે મોબાઇલ લીધા હોય અને કામ ધંધો ચાલતો ન હોય ફિનાઇલ પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

અમરેલીમા ગજેરાપરા એલ.ડી.ધાનાણી કોલેજ પાછળની બાજુમા રહેતા રાકેશભાઇ જનકભાઇ ચંગોતરા (ઉ.વ.45) નામનો યુવક હિટાચી ઓપરેટર હોય પરંતુ ઓપરેટીંગનુ કામ ચાલતુ ન હોય જેથી કંટાળી જઇ પોતાના મેળે અનાજમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

જયારે અહીના બહારપરા વિસ્તાર સવજીપરા રોડ પર રહેતા એજાજ સાહમદભાઇ નાગાણી (ઉ.વ.42) નામના યુવકે કાળુભાઇ પાસેથી હપ્તેથી બે મોબાઇલ ફોન લીધા હોય અને રૂપિયા 47 હજાર આપવાના બાકી હોય તેમજ કામ ધંધો પણ ચાલતો ન હોય ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...