તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બસ ગામમાં ચલાવવાની ના પાડી બે શખ્સે કાચ ફાેડી નાખ્યાં

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીલિયા તાલુકાના ક્રાંકચ ગામનો બનાવ
 • બસના ડ્રાઇવરને પણ લાકડી ફટકારી ઇજા પહાેંચાડી

લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે રહેતા બે શખ્સાેઅે ખાનગી ટ્રાવેલ્સની બસ ગામમા ચલાવવાની ના પાડી ડ્રાઇવર સાથે બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ બસના કાચ ફાેડી નાખી નુકશાન કરતા તેણે અા બારામા બંને સામે લીલીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

બસના કાચ ફાેડી ડ્રાઇવરને મારમાર્યાની અા ઘટના લીલીયાના ક્રાંકચમા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અમરેલીમા રહેતા મનીષભાઇ નાનાભાઇ હુદડ (ઉ.વ.45)નામના યુવકે લીલીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ક્રાંકચમા રહેતા રણજીત અાપાભાઇ ડાવેરા તેમજ નિર્મળભાઇ અાપાભાઇ ડાવેરાઅે ગામમા વિશ્વદિપ ટ્રાવેલ્સ બસ ચલાવવાની ના પાડી હતી. જેથી બસ તમારા ગામમા ચલાવુ તાે તમને શું વાંધાે છે તેમ કહેતા બંને શખ્સાે ઉશ્કેરાઇ ગયા હતા.

બંને શખ્સાેઅે લાકડી વડે બસના કાચ ફાેડી નાખી નુકશાન પહાેંચાડયુ હતુ. તેમજ તેને પણ લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેસ.અે.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો