તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પિતાને સારવાર માટે ન લઇ જતાં પુત્રને ભાઇ-ભાભીએ મારમાર્યો

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરા તાલુકાના નાની કુંડળ ગામની ઘટના
  • મોટાભાઇ અને ભાભીએ બોલાચાલી કરી લોખંડની સાંતડી વડે ઇજા પહોંચાડી

બાબરા તાલુકાના નાની કુંડળ ગામે રહેતા એક યુવક તેના પિતાને સારવાર માટે ન લઇ જતા તેના મોટાભાઇ અને ભાભીએ બોલાચાલી કરી લોખંડની સાંતડી અને લાકડાના ધોકા વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના બાબરા તાલુકાના નાની કુંડળ ગામે બની હતી. અહી રહેતા સનાભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ.40)નામના યુવકે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પિતા બિમાર રહેતા હોય તેને દવાખાને સારવાર માટે લઇ ન જતા આ મુદે મનદુખ રાખી તેના મોટાભાઇ દેવજી મગનભાઇ મકવાણા અને ભાભી વિમુબેને બોલાચાલી કરી હતી. બંનેએ વાડીએ આવી ઉશ્કેરાઇ જઇ લોખંડની સાંતડી અને લાકડાના ધોકા વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત વિમળાબેનને પણ મારમાર્યો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એમ.એન.પોપટ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો