વિવાદ:ચાંપાથળ ગામમાં છરી સાથે ધસી આવી ભાઇએ બહેન બનેવી સાથે ઝપાઝપી કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઇના ત્રાસથી કંટાળી બહેન અને તેની પુત્રીએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઇ

અમરેલીના ચાંપાથળમા રહેતા અેક મહિલાના ઘરે તેનાે નાનાે ભાઇ છરી સાથે ધસી અાવ્યાે હતાે. ભાઇઅે તેની બહેન અને બનેવી સાથે ઝપાઝપી કરી હતી. ભાઇના ત્રાસથી કંટાળી બહેન અને તેની પુત્રીઅે ફિનાઇલ પી લેતા બંનેને સારવાર માટે અમરેલી સિવીલ હાેસ્પિટલમા ખસેડવામા અાવ્યા હતા. ચાંપાથળમા રહેતા નીતાબેન બાબુભાઇ બગડા (ઉ.વ.42) નામના મહિલાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે અાંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવે છે. તેમના માતા દેવુબેન તેમના ઘરે અાવ્યા હતા. રાત્રીના નવેક વાગ્યે નાનાે ભાઇ જગદીશ અને તેની દીકરી નિધી બંને તેના ઘરે અાવ્યા હતા.

દરવાજાે ખાેલતા નાના ભાઇ જગદીશે ગાળાે અાપી કમરમાથી છરી કાઢી ઝપાઝપી કરવા લાગ્યાે હતાે. માતા દેવુબેન ઘરમાથી બહાર અાવતા જગદીશે તેના વાળ પકડી મારમાર્યાે હતાે. અરવિંદ કરશન મકવાણાઅે પણ ઉર્વશીને માેટર સાયકલ ભટકાવી પછાડી દીધી હતી. અને મારી નાખવાની ધમકી પણ અાપી હતી. દેકારાે થતા બધા નાસી છુટયા હતા. જગદીશ અવારનવાર ત્રાસ અાપતાે હાેય જેનાથી કંટાળી નિતાબેન અને તેની દીકરી ઉર્વશીઅે ફિનાઇલ પી લીધી હતી.

બંનેને સારવાર માટે અમરેલી સિવીલ હાેસ્પિટલમા ખસેડવામા અાવ્યા હતા. જયારે જગદીશ ચકાભાઇ મકવાણાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે બાાબુ હરિભાઇ બગડા, ઉર્વશી બાબુભાઇ બગડા, હરજીભાઇ લાખાભાઇ, દર્શનભાઇ અને નીતાબેને પાઇપ વડે મારમારી અાંખમા મરચાની ભુંકી છાંટી ઇજા પહાેંચાડી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીઅેસઅાઇ અેચ.જી.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...