ફરિયાદ:પિતાના અસ્થિ પધરાવવા મુદે ભાઇએ ભાઇને પાઇપના ઘા માર્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસ્થિ પધરાવવા ​​​​​​​જવાનુ નથી કહી બોલાચાલી કરી

ખાંભા તાલુકાના મોટા સમઢીયાળામા રહેતા એક યુવકને પિતાના અસ્થિ પધરાવવા જવાનુ નથી કહી તેના સગા ભાઇએ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહી રહેતા હમીરભાઇ ભીખાભાઇ ચારોલીયા નામના યુવાને ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ સાંજના સુમારે તેના પત્ની, બા અને કાકા સાથે ઘરે બેઠા હતા ત્યારે તેના મોટા ભાઇ સાદુળભાઇ ભીખાભાઇ ચારોલીયા અને કાકાનો દીકરો ચંદુ રૂખડભાઇ ચારોલીયા તેની પાસે આવ્યા હતા અને પિતાના અસ્થિ જુનાગઢ દામોદર કુંડમા પધરાવવા લઇ જવાના નથી કહી બોલાચાલી કરી હતી.

જો કે હમીરભાઇએ તેને કહ્યું હતુ કે મહેમાન હાજર છે જેથી તેની સાથે અસ્થિ પધરાવવા જવાના છે કહેતા સાદુળભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ચંદુએ પણ કુહાડીની મુંધરાટી વડે મારમાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...