લાપત્તાની લાશ મળી:રાજુલાના રામપરા નજીક નદીના કોઝવે પરથી બાઈક સાથે તણાયેલા વૃદ્ધનો નદી કાંઠેથી મૃતદેહ મળી આવ્યો

અમરેલી2 મહિનો પહેલા
  • પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને તેની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી હતી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ પાસે ધાતરવડી નદીના કોઝવે પરથી બાઈક સાથે તણાયેલા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઝવે પરથી બાઈક સાથે લાપત્તા થયા બાદ પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને તેમની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી હતી. કલાકોની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક પસાર થતી ધાતરવડી નદીના કોઝવે પર પાણીનો પ્રવાહ હોવાને કારણે બાઇક ચાલક પિતા પુત્ર આવી રહ્યા હતા, તેઓ નદીમાં તણાયા હતા. સ્થાનિક લોકોએ પુત્રને તો બચાવી લીધો હતો પરંતુ, પિતા કાળુભાઈ વાવડિયા તણાઈ જતા તેની શોધખોળ હાથ ધરવામા આવી હતી. રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામા આવી હતી, પરંતુ મૃતદેહ મળ્યો ન હતો. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી તેમની ટીમ સાથે પહોંચ્યા હતા અને કલાકો સુધી પાણીમાં શોધખોળ કરી હતી. કલાકોની શોધખોળ બાદ આજે મૃતદેહ મળી આવ્યો હતો.

ધારાસભ્ય અંબરીશ ડેર પર તેમની ટીમ સાથે પહોંચ્યા હતાઆ ઘટનાના ગઈકાલે સમાચાર મળતા ધારાસભ્ય અંબરીશ ડેર નગરપાલિકા પ્રમુખ અને યુવાનો સાથે પહોંચ્યા હતા. તેમની ટીમ દ્વારા પણ લાશ શોધવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...