તપાસ:લુણસાપુરની કંપનીના કર્મીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઢસા પાેલીસ તપાસ માટે સિન્ટેક્ષ કંપનીમાં પહાેંચી
  • પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામની સિન્ટેક્ષ કંપનીમા કામ કરતા અેક યુવાનની લાશ ઢસા નજીક શંકાસ્પદ હાલતમા મળી અાવતા પાેલીસે માેતનુ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. અા ઘટના ગઇકાલે ઢસા નજીક રાજકાેટ રાેડ પર અાવેલા ખાેડિયાર મંદીર નજીક બની હતી. જાફરાબાદ તાલુકાના લુણસાપુર ખાતે અાવેલ સિન્ટેક્ષ કંપનીમા કામ કરતા પરપ્રાંતિય યુવાન દુર્ગેશ રામ ચાેબે (ઉ.વ.35) નામના યુવકનુ અા સ્થળે શંકાસ્પદ હાલતમા માેત થયુ હતુ.

અા યુવાનનુ કયા કારણાેસર માેત થયુ છે અને લુણસાપુરથી છેક ઢસા નજીક અા યુવાન કઇ રીતે પહાેંચ્યાે તે જાણવા પાેલીસ મથી રહી છે. યુવકની હત્યા કરવામા અાવી છે કે અાપઘાત કર્યાે છે કે કાેઇ અન્ય કારણાેસર માેત થયુ છે તે ઉંડી તપાસનાે વિષય છે. જેને પગલે અાજે ઢસા પાેલીસ લુણસાપુરની સિન્ટેક્ષ કંપનીમા પણ દાેડી અાવી હતી અને યુવક અંગે જાણકારી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...