તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહબાળનું મોત:અમરેલીના ચાંદગઢ ગામ નજીકથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો, ઈનફાઈટના કારણે મોત થયાનું અનુમાન

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના લીલીયા રેન્જ ની ઘટના

પાલીતાણા શેત્રુંજી ડીવીઝન હેઠળ આવતી લીલીયા રેન્જના ભંડારીયા રાઉન્ડ અને ચાંદગઢ બીટ વિસ્તારમાં 4 થી 5 મહિનાના 1 સિંહબાળનું મોત વનવિભાગ દ્વારા જાહેર કરાયુ છે.

સ્થાનીક લોકો દ્વારા વનવિભાગ ને જાણ કરતા લીલીયા આર.એફ.ઓ.સહિત સ્ટાફ દોડી ગયો અને આસપાસ વિસ્તારમાં તપાસ કરી હતી અને ત્યારબાદ મૃતદેહ કબજે કર્યો હતો. વનવિભાગની પ્રાથમિક તપાસમા બહાર આવ્યું છે કે, સિંહો દ્વારા ઘર્ષણ થવાની ઘટનામાં આ સિંહબાળ નુ મોત થયુ છે.

8 દિવસ પહેલા ધારબંદર દરિયામાથી મૃતદેહ મળ્યો હતોથોડા દિવસ પહેલા જાફરાબાદ તાલુકાના ધારાબંદર દરિયાઈ ખાડીમાંથી સિંહ નો મૃતદેહ મળ્યો હતો. જોકે આ મૃતદેહ અમરેલી કે ગીર સોમનાથ જિલ્લા જો તે હજુ સુધી વનવિભાગ દ્વારા ખુલાસો કરાયો નથી તેવા સમયે 8 દિવસમાં ફરી લીલીયા રેન્જમાં સિંહબાળ નું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...