તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએમ રીપોર્ટની રાહ:માેટી ખેરાળીની સીમમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પાંચ વર્ષિય દીપડાનું માેત કઇ રીતે થયંુ ?- વનતંત્ર અજાણ, પીએમ રીપોર્ટની રાહ

રાજુલા તાલુકાના માેટી ખેરાળીની સીમમા અેક ખેડૂતની વાડીમાથી અાજે વનતંત્રને અાશરે પાંચ વર્ષની ઉંમરના અેક દીપડાનાે મૃતદેહ મળી અાવ્યાે હતાે. અા દીપડાનુ માેત કઇ રીતે થયુ તે પ્રથમ દ્રષ્ટિઅે સ્પષ્ટ થઇ શકયુ ન હતુ. જેથી પીઅેમ રીપાેર્ટની રાહ જાેવાઇ રહી છે.

દીપડાના માેતની અા ઘટના શેત્રુંજય ડિવીઝન હેઠળ અાવતા રાજુલા પંથકમા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, રાજુલા રેંજના બાબરીયાધાર રાઉન્ડ નીચે અાવતી માેટી ખેરાળી બીટમા ખીમાભાઇ નથુભાઇ લાડુમાેરની વાડીમા અેક દીપડાનાે મૃતદેહ પડયાે હાેવાની વનવિભાગને જાણ થઇ હતી.

જેને પગલે સ્થાનિક અારઅેફઅાે, ફાેરેસ્ટર અને ફિલ્ડ સ્ટાફ અહી દાેડી ગયાે હતાે. સાંઇના તકીયા વિસ્તારમા અાશરે પાંચેક વર્ષની ઉંમરના દીપડાનાે મૃતદેહ પડયાે હતાે. વનવિભાગે અા મૃતદેહને કબજે લીધાે હતાે અને પાેસ્ટમાેર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

જે સ્થળેથી દીપડાનાે મૃતદેહ મળ્યાે તેની અાસપાસ કાેઇ શંકાસ્પદ ગતિવિધી નજરે પડી ન હતી. જેને પગલે અા દીપડાનુ માેત કઇ રીતે થયુ તે પણ સ્પષ્ટ થયુ ન હતુ. દીપડાના માેતની કારણ જાણવા પીઅેમ રીપાેર્ટની રાહ જાેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો