તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીમા ડૂબી જવાથી મોત:મોટા સરાકડિમાં વાડીના કુવામાંથી માદા સિંહબાળનો મૃતદેહ મળ્યાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંહનું ટાેળંુ વાડીમાં અાંટા મારતંુ હતંુ ત્યારે બચ્ચંુ કુવામાં ખાબક્યું

ખાંભા તાલુકાના માેટા સરાકડીયાની સીમમા અાજે વનતંત્રને અેક ખેડૂતની વાડીના કુવામાથી સાત માસની ઉંમરના માદા સિંહબાળનાે મૃતદેહ મળી અાવ્યાે હતાે. સિંહ પરિવાર અહી વાડીમા અાંટા મારતાે હતાે ત્યારે અા બચ્ચુ કુવામા ખાબકયાનુ મનાય છે.સિંહબાળના માેતની અા ઘટના ગીરપુર્વની તુલસીશ્યામ રેંજના રબારીકા રાઉન્ડ નીચે અાવતા માેટા સરાકડીયા ગામની સીમમા બની હતી.

અહીના ભરતભાઇ ખુંટની વાડીના કુવામાથી માદા સિંહબાળનાે મૃતદેહ મળ્યાે હતેા. વાડી માલિકને કુવામા અા મૃતદેહ હાેવાની જાણ થતા વનવિભાગને જાણ કરવામા અાવી હતી. સ્થાનિક અારઅેફઅાે ફિલ્ડ સ્ટાફ સાથે અહી દાેડી ગયા હતા. અાશરે સાતેક માસની ઉંમરના સિંહબાળના મૃતદેહને કુવામાથી બહાર કાઢી પાેસ્ટમાેર્ટમ માટે જસાધારના અેનીમલ કેર સેન્ટરમા ખસેડવામા અાવ્યાે હતાે. જયાં વેટરનરી ડાેકટર દ્વારા તેનુ પીઅેમ કરાયુ હતુ. બચ્ચાનુ માેત પાણીમા ડૂબી જવાથી થયાનુ સ્પષ્ટ થયુ હતુ.

વનવિભાગ દ્વારા અાસપાસના વિસ્તારનુ નિરીક્ષણ કરવામા અાવ્યું હતુ અને અહી સાવજ પરિવારના અન્ય સભ્યાેના ફુટમાર્ક જાેવા મળ્યાં હતા. જેથી રાત્રીના સમયે સિંહ પરિવાર અહીથી પસાર થતાે હતાે ત્યારે બચ્ચુ કુવામા પડી ગયાનુ મનાય છે.

અન્ય સમાચારો પણ છે...