ભ્રષ્ટાચારનો આક્ષેપ:સાવરકુંડલાના બોધરીયાણીમાં ડંપિંગ સાઈડ કમ્પાઉન્ડરની દીવાલના કામમાં નબળી ગુણવતાનું કામ કરાયું હોવાનો ભાજપના નેતાનો આક્ષેપ

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ અંગે શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવ સિંહ ગોહિલે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી

અમરેલીના સાવરકુંડલા શહેરમાં બોધરીયાણી ગામ પાસે સ્વચ્છ મિશન યોજના અંતર્ગત ડંપિંગ સાઇટ કમ્પાઉન્ડરની દીવાલ બનાવવાના કામમાં ભષ્ટ્રાચાર થયો હોવાનો સ્થાનીક ભાજપ નેતા રામદેવ સિંહ ગોહિલએ આક્ષેપ કર્યો છે. નગરપાલિકા દ્વારા અહિં 99 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે. જેમાં નબળી ગુણવતાનું કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. જેને લઈ હાલ વિવાદ સર્જાયો છે.

રામદેવ સિંહ ગોહિલ, પૂર્વ મહામંત્રી ભાજપ
રામદેવ સિંહ ગોહિલ, પૂર્વ મહામંત્રી ભાજપ

કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે નબળું કામ કરાઈ છે
શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકોની સુખાકારી માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ લાંચિયા કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓની મિલીભગતના કારણે નબળું કામ કરવામાં આવે છે. ત્યારે બોધરીયાણી ગામે પણ ડંપિગ સાઈટ કમ્પાઉન્ડરની દીવાલનું કામ પણ નબળું કરવામાં આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવામાં આવી છે.

અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા
સાવરકુંડલા શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકામાં સતત વિવાદો સામે આવી રહ્યા છે. અહીં અગાવ શહેરના રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હતો. જેથી પૂર્વ કૃષિમંત્રી પણ દોડી આવ્યા હતા અને ભ્રષ્ટાચાર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. સ્થાનીક કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવત્તાનું કામ કર્યાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યાં હતા. ભાજપના જ નેતાઓ ભાજપ શાસિત નગરપાલિકા ઉપર આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે ફરી આજે વિવાદ સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...