કાર્યક્રમ:પોસ્ટલ કર્મીના યુનિયનનું દ્વિવાર્ષિક અધિવેશન મળ્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટલ પ્રશ્નોની ચર્ચા કરાઇ
  • જીડીએસના પ્રમુખ પદે ઠાકરની વરણી

અમરેલીમા મોઢ મહાજનવાડી ખાતે નેશનલ એસો.પોસ્ટલ એમ્પલોઇઝ યુનિયનનુ દ્રિવાર્ષિક અધિવેશન મળ્યું હતુ. જેમા પોસ્ટલ પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. તેમજ જીડીએસના પ્રમુખની વરણી કરવામા આવી હતી.

અમરેલીમા મળેલા દ્રિવાર્ષિક અધિવેશનનાઆરંભે કોરોના કાળમા ગુમાવેલા સ્વજનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. તેમજ નિવૃત થતા કર્મચારી ભીખુભાઇ ઉદેશી, એ.સી.ડોડીયા, એસ.એસ.મશરરૂ , એચ.સી.ચાવડાનુ વિદાય સન્માન કરાયુ હતુ. આ ઉપરાંત પોસ્ટલ પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ.આ ઉપરાંત બાયો મેગ્નેટીક થેરાપી દ્વારા અનેક રોગોનો એક જ ઇલાજ વિશે પારેખભાઇ દ્વારા સમજણ અપાઇ હતી.

અહી જીડીએસના પ્રમુખ તરીકે સી.ડી.ઠાકરની વરણી કરાઇ હતી. આ પ્રસંગે બી.કે.ત્રિવેદી, કિશોરભાઇ ભટ્ટ, મનોજભાઇ, હસમુખભાઇ, ગીરીશભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...