તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતની રાહ:રાજુલાના હિંડોરણા નજીક નેશનલ હાઈવે પર 1 મહિના પહેલા પડેલો ભૂવો ઓથોરિટીને હજી પણ નથી દેખાતો

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરાણા નજીક એક મહિના પહેલા પડેલો ભૂવો પુરવાનો નેશનલ હાઈવે ઓથોરિટીને હજી પણ સમય ના મળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજુલના હિંડોરાણા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર પડેલા ભૂવામાં અકસ્માત સર્જાઈ નહીં તે માટે હાલ તો ગામલોકોએ ભૂવામાં પથ્થરો નાખી કામચલાઉ ઉકેલ શોધી કાઢ્યો છે. પરંતુ, સવાલ એ છે કે, નેશનલ હાઈવે પર ચાલવા માટે વાહનચાલકો ટોલટેક્સ ચુકવતા હોવા છતા સમયસર સમારકામ નથી થઈ રહ્યું.

જ્યારે મહત્વ ની વાત એ છે અહીંથી અનેક રાજકીય પ્રતિનિધિત્વ કરતા લોકો પણ પસાર થાય છે સાથે સાથે અહીં ના મામલતદાર કક્ષા ના અધિકારી ઓ પણ વાંરવાર પસાર થાય છે છતા કોઈ આ બાબતે નિરાકરણ આવ્યુ નથી તેને લઈ ને વાહન ચાલકો મા પણ રોષ જોવા મળી રહ્યો છે.

અકસ્માતની રાહ જોતા લાગે છે- હાર્દિક વાહન ચાલક હાર્દિક નામના યુવક એ કહ્યું હતુ અહીં તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ જોતા હોય એવું લાગે છે. કેટલાય દિવસથી નેશનલ હાઇવે પર ખાડો જોવા મળી રહ્યો છે રીપેરીંગ નહિ થાય તો રાત્રી સમયે ગમે ત્યારે અકસ્માત ની ઘટના બનશે તો જવાબદાર કોણ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો