તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Art Of Sculpting From Rajula's Stone Is Disappearing, At One Time Many Royal Bungalows Were Made From Rajula's Stone, Now The Stone Industry Is On Its Death Bed

કલા હવે લુપ્ત:લુપ્ત થઈ રહી છે રાજુલાના પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની કળા, એક સમયે રાજુલાના પથ્થરથી અનેક રજવાડી બંગલા બન્યા, હવે પથ્થર ઉદ્યોગ મરણ પથારીએ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક સમયે રાજુલાના પથ્થરથી ગોંડલ, ભાવનગરમાં રજવાડામાં બંગલા બન્યા હતા. અહી ડુંગર કોતરી પથ્થર કાઢવામાં આવે છે. પણ 10 વર્ષથી લીઝની મંજુરી ન મળતા આ ઉદ્યોગ 80 ટકા લુપ્ત થયો છે. કારીગરો દેવી દેવતાની મૂર્તીઓનું નિમાર્ણ કરતા હતા. જે કલા હવે લુપ્ત થઈ રહી છે.રાજુલા આમ તો ઉદ્યૌગીક ક્ષેત્રે વિકસેલું શહેર છે. પણ તેની સાથે સાથે રાજુલામાં વર્ષો જુનો ઉદ્યૌગ પથ્થરનો પણ છે. ભાવનગરની શામળદાસ કોલેજ હોય કે પછી રાજુલાનો ટાવર તેમજ રાજા- રજવાડાના બંગલાઓ અહીની ખાણના પથ્થરથી તૈયાર થયા છે. અહી ડુગરાળ વિસ્તારમાં પથ્થરની ખાણો ધમધમી રહી છે.

જેમાંથી પાણીયા, ઘંટલા અને દેવી - દેવતાની ખાંભીઓ મૂર્તિઓ બનતી હતી. અહી આજે ડુગરમાં માત્ર કોતરો જોવા મળે છે.ડુગરમાંથી પથ્થર તૈયાર કરવા માટે સરકાર લીઝ આપતી હતી. પણ છેલ્લા 10 વર્ષથી સરકારે રાજુલામાં પથ્થર તૈયાર કરવાની લીઝ આપી નથી. જેના કારણે પથ્થર ઉદ્યોગ 80 ટકા લુપ્ત થઈ ગયો છે. અને કારીગરો બેકાર બની ગયા છે. અત્યારે ભાગ્યે જ ડુગરના પથ્થર રાજુલામાં જોવા મળે છે. કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે સરકારે ખાણની લીઝ આપી યોજના લાગુ કરવી જરૂરી બની છે. તો વર્ષો જુની કારીગરી ભવિષ્યની પેઢી જોઈ શકશે.

અનેક વાવાઝોડા અને ભુકંપ આવ્યા પણ રજવાડી બંગલાને નુકસાન નથી
રાજુલાની પથ્થરની ખાણમાંથી અનેક રજવાડી બંગલા અને ટાવર બન્યા છે. વર્ષોમાં અનેક વાવાઝોડા અ્ને ભૂકંપ જેવી હોનારત આવી ગઈ છે. પણ રાજુલાના ડુગરના પથ્થરથી બનેલ મકાનમાં નુકશાન થયું નથી.

કારીગરો અન્ય ધંધા તરફ વળી રહ્યા છે
રાજુલામાં પથ્થર ઉદ્યોગ મરણ પથારીએ છે. જેના કારણે પથ્થર તૈયાર કરતા કારીગરોની રોજી રોટી પર માઠી અસર પહોંચી છે. જેના કારણે કારીગરો પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે અન્ય ધંધામાં જોડાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...