તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂળેટી:અમરેલીની બજારોમાં ધૂળેટીના પર્વને લઈને અવનવી પિચકારીઓનું આગમન

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધુળેટી જાહેરમાં મનાવવા પર પ્રતિબંધ હોવાથી ગ્રાહકો ઘટ્યા

અમરેલીની બજારમાં ધુળેટીના પર્વને લઇને અવનવી પિચકારીઓનું આગમન થયું છે. અહીં કોરોના મહામારીના કારણે જાહેરમાં ધુળેટી મનાવવા માટે પ્રતિબંધ હોવાથી રંગો અને પિચકારીની ખરીદી ઓછી જોવા મળી રહી છે. બજારમાં વેપારીઓ મંદીના કારણે ગત વર્ષના માલનું વેચાણ કરે છે.

અમરેલીમાં કોરોના કાળમાં વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પહોંચી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ધૂળેટીના પર્વને જાહેરમાં મનાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધાત્મક આદેશ કર્યા છે. તેવા સમયે ધુળેટીના પર્વને ધ્યાને રાખી અમરેલીની બજારોમાં એકલ દોકલ પિચકારી અને રંગોના સ્ટોલ તૈયાર થયા છે. સ્ટેશન રોડ પર પિચકારીનો વેપાર કરતા વેપારી ફકરૂદિન ખેતીએ જણાવ્યું હતું કે બજારમાં અત્યારે રૂપિયા 30 થી 500 સુધીના ભાવની 30 પ્રકારની પિચકારીનું વેચાણ થાય છે.

અમરેલીમાં કોરોના મહામારી અને પ્રતિબંધાત્મક આદેશના કારણે પિચકારી અને રંગોની ખરીદીમાં મોટાપાયે ઘટાડો થયો છે. વેપારીઓ પણ નવું રોકાણ કરવાની જગ્યાએ ગત વર્ષનો વધેલો માલ વેચી રહ્યા છે. તેમજ રંગોનો વેપાર કરતાં ચિરાગભાઈ માવાણીએ જણાવ્યું હતું કે બજારમાં કાચો કલર, ગુલાલ અને પાકો કલર મળી 13 પ્રકારના કલરનું વેચાણ થઈ રહ્યું છે. અત્યારે રૂપિયા 10માં 80 ગ્રામ કલર લોકો ખરીદી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો