અંતે આરોપી ઝડપાયો:સુરત પોલીસના અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસતો ફરતો આરોપી અમરેલીમાંથી ઝડપાયો

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા પોલીસે આરોપીને સુરત પોલીસને સોંપ્યો

સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુનામા નાસ્તો ફરતો આરોપી અમરેલી જિલ્લામાંથી ઝડપાયો છે. પોલીસે સુરત પોલીસને સોપતા સુરત પોલીસે આગળની તપાસ હાથ ધરી છેય

બાતમીના આધારે કાર્યવાહી
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ, નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેમને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપતા રાજુલા પી.આઈ. એ.એમ.દેસાઇ અને તેમની સર્વેલન્સ સ્કોડ ટીમ દ્રારા સુરત રૂરલ પોલીસ સ્ટેશનના ગુના મુજબના કામે પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીને તથા ભોગ બનનારની ચોક્કસ બાતમી આધારે રાજુલાના વાવેરા ગામેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે સુરત જિલ્લાના કામરેજ પો.સ્ટેને સોપી આપેલો છે.

અન્ય સમાચારો પણ છે...