ગુજસીટોક મામલે કાર્યવાહી:અમરેલીમાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી વનરાજ વાળા નખત્રાણા હાઈવે પરથી ઝડપાયો

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં ત્રણ વર્ષ પહેલાં ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો હતો જે અંતર્ગત મોટભગના આરોપીઓ ની ધરપકડ કરાઈ ચૂકી છે. પરંતુ વનરાજ મંગળુભાઈ વાળા નામનો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. અમરેલી જિલ્લાની અલગ અલગ નામદાર કોર્ટમાંથી આરોપી સી.આર.પી.સી કલમ 70 મુજવ વોરંટ ઇસ્યુ કર્યું હતું.

સાવરકુંડલા રુલર પોલીસ સ્ટેશનમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ(GCTOC)અધિનિયન 2015ની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો. ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર અને અમરેલી SP હિમકર સિંહની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ટીમ દ્વારા આરોપીને ટેક્નિકલ સોર્સ અને બાતમી હકીકત આધારે ભુજ-નખત્રાણા હાઇવે ઉપરથી દબોચી લેવાયો છે અને તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપીને વધુ તપાસ માટે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપી વિરુદ્ધ 6 ગંભીર ગુન્હા નોંધાયેલા છે
વનરાજ મંગળુભાઈ વાળા રે નાની ધારી વાળા વિરુદ્ધ ખુન આમ્સ એક્ટ,ગુજસીટોક,તથા પ્રોહીબિશન સહિત ગુન્હાઓ નોંધાયેલા છે જેમાં ખાંભા,સાવરકુંડલા રુલર,માં ગેરકાયદેસર હથિયાર સહિત હત્યા સુધીના ગુન્હાને અંજામ આપી ચુક્યો છે પોલીસને આરોપી પકડવા માટે મોટી સફળતા મળી છે

અન્ય સમાચારો પણ છે...