ધરપકડ:જિલ્લા જેલમાંથી સાત દિવસના જામીન બાદ ફરાર થયેલ મર્ડરનો આરોપી ઝડપાયો

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી છેલ્લા એક વર્ષથી ફરાર થયેલ મર્ડરના આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડએ બાતમીના આધારે નાનીધારી ગામેથી ઝડપી લીધો હતો. ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે રહેલા ચકચારી મર્ડર કેસમાં પરષોતમભાઈ સાવલીયાનું નાનીધારી ગામે રહેતા રણજીત ધીરૂભાઈ વાળાએ છરી વડે હુમલો કરી ખુન કર્યું હતું. જેના પગલે તેમને અમરેલી જિલ્લા જેલમાં કાચાકામના કેદી તરીકે ધકેલવામાં આવ્યો હતો. બાદમાં આરોપી સાત દિવસની જામીન રજા પર છુટ્યો હતો.

પરંતુ 2 એપ્રીલના રોજ તેને જિલ્લા જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયો ન હતો. અને ફરાર થઈ ગયો હતો. રેન્જ આઈજી અશોકકુમાર યાદવે નાસતા - ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપી હતી. જિલ્લા પોલીસવડા હિમકરસિંહ ફરાર આરોપીને ઝડપી પાડવા ખાસ ઝુંબેશનું આયોજન કર્યું છે. ત્યારે અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીઆઈ પી.બી. લક્કડ, હરેશભાઈ વાણીયા, જનકભાઈ કુવાડીયા, શ્યામભાઈ બગડા, જીજ્ઞેશભાઈ પોપટાણીની ટીમે જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન બાદ ફરાર મર્ડરના રણજીત ધીરૂભાઈ વાળાને બાતમીના આધારે નાનીધારીથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...