તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:રાજુલાની કોર્ટમાં ચેક રિટર્ન મામલે આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા એડી.ચીફ કોર્ટમાં ચાલતા ચેક રિટર્ન કેસમાં આરોપીને દોષીત ઠરાવી સજાનો હુકમ ફરવામાં આવ્યો છે. આરોપીને એક વર્ષની સજા ફટકારવામા આવતા ચેક રિટર્નના કેસોના આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ કામના ફરિયાદી ચંપુ ટપુભાઈ કોટિલા (રહે.રાજુલા) પાસેથી આરોપી ભરત દેવજીભાઈ મૈયા (રહે.ઉના)એ હાથ ઉછીની રકમ લીધી હતી અને તે રકમ પેટે આરોપીએ ફરિયાદીને ચેક આપ્યો હતો.

જે ચેક બાઉન્સ થતા ફરિયાદી ચંપુ કોટીલા દ્વારા કોર્ટમાં આરોપી વિરુદ્ધ ફોજદારી કેસ નંબર 635/2017 દાખલ કરવામાં આવેલો કેસ ચાલી જતા રાજુલા એડી. ચીફ કોર્ટના જજ શુકલ દ્વારા આરોપી ભરત દેવજીભાઈ મૈયાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ ફરિયાદીને ચુકવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસમાં ફરિયાદી તરફે રાજુલાના વિદ્વાન વકીલ વિજય. એમ.વરૂ રોકાયેલા હતા અને તેમની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીને એક વર્ષની સજા ફટકારવામા આવતા ચેક રિટર્નના કેસોના આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો