ધરપકડ:અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપીઓ ઝડપાયા

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 જેટલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

અમરેલી જિલ્લામા શરીર સંબંધિત અને મીલ્કત સાબિત ગુન્હાના આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા હોય તેને પકડી પાડવા માટે જરૂરી સૂચના માર્ગદર્શન આપતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. પી.વી.સાાંખટ અને પોલીસ સ્ટાફ દ્વારા અપહરણના ફરાર આરોપીઓને પકડી અમરેલી રૂરલ પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

(1) નરેશભાઇ ખોડાભાઇ બગડા નવા આગરીયા તા.રાજુલા જી.અમરેલી

(2) ભરતભાઇ આતુભાઈ બાબરીયા રેમવડલી તા.રાજુલા જી.અમરેલી

(3) નાજાભાઇ વાઘાભાઇ વાળા મેરીયાણા તા.સાવરકુંડલા જી.અમરેલી

(4) મકુેશભાઇ નાગજીભાઇ બગડા ,નવા આગરીયા તા.રાજુલા જી.અમરેલી

આ બનાવના ફરિયાદીને આ આરોપીઓ પોતાનો ઇરાદો પાર પાડવા , ગુનાહિત કાવત્રુ રચી , ફોરવ્હીલ ગાડી લઈ ફરિયાદી નું અપહરણ કરી લઇ જઇ ફરિયાદી ને રસ્તામાં માર મારી , મારી નાખવાની ધમકી આપી , ગાળો આપી રસ્તામાં ફોરવ્હીલ નીચે ઉતારી દઇ ગુનો આચર્યા હતો તમામ આરોપીએ સ બનાવમાં એક બીજાને મદદ કરી હતી આરોપીને ઝડપી પાડી આ બનાવનો ભેદ ઉકેલી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...