તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિકના નિયમનનું ઉલ્લંઘન કરનાર 7120 વાહન ચાલકોને સીસીટીવી કેમેરાના માધ્યમથી ઈ મેમો ફટકારવામાં આવ્યો હતો. અહીં 30 દિવસમાં દંડની રકમ ભરપાઇ કરવામાં નહી આવે તો પોલીસ વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે તેવી ચમકી તંત્રએ ઉચ્ચારી છે.અમરેલીમાં પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ જુદા જુદા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે.
અહીં શહેરમાં થતી દરેક હરકત પર કમાન્ડ કન્ટ્રોલના માધ્યમથી બાજ નજર રાખવામાં આવી રહી છે. તેમજ માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ઈ મેમાના માધ્યમથી દંડ ફટકારવામાં આવે છે. તેવા સમયે અમરેલીમાં કમાન્ડ કન્ટ્રોલ રૂમના માધ્યમથી વાહન ચાલકોને ઇ મેમો મોકલી ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન બદલ દંડ ફટકારાયો છે.જે પૈકી 7120 ચાલકોએ હજુ દંડ ભર્યો નથી.
જે વાહન ચાલકોને ઇ મેમો મળ્યો હોય તેને 30 દિવસમાં દંડ ભરપાઈ કરવા પોલીસે સૂચન કર્યું છે. અન્યથા આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાહન ચાલકોએ દંડ ભરપાઈ કરવા કમાન્ડ કંટ્રોલરૂમ, અમરેલી સીટી પોલીસ સ્ટેશન અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ ઇ મેમો ઓનલાઈન પણ ભરપાઈ કરી શકાશે તેમ પોલીસ વડાએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.