આયોજન:જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા 26મીએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ કેસમાં સમાધાન દ્વારા નિકાલ કરાશે

અમરેલી જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીના અધ્યક્ષ સ્થાને 26મીએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જેમાં વિવિધ કેસમાં સમાધાન દ્વારા નિકાલ કરાશે.

જિલ્લા અને દરેક તાલુકાની કોર્ટમાં રવિવારે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જેમાં ક્રિમીનલ ડિસપ્યુટ, લેબર ડિસપ્યુટ, લેન્ડ એકવીઝિશન કેસો, ઈલેક્ટ્રીસિટી, વોટર બીલ્સ, સર્વિસ મેટર રીલેટીંગ પે એન્ડ એલાઉન્સ, રેવન્યુ કેસો, અધર સિવીલ કેસોનો માધાન દ્વારા નિકાલ કરવામાં આવશે. જો કોઈ પક્ષકારો તેઓના કોર્ટમાં ચાલતા કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા ઈચ્છતા હોય તો તેઓએ જિલ્લાકક્ષાએ કાનૂની સેવા સમિતિ અને સિવીલ કોર્ટમાં સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...