પુન: સ્થાપિત:કુટેવોના રવાડે ચડેલી કિશોરીને 181ની ટીમે પરિવારમાં પુન: સ્થાપિત કરાવી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેથી જાતેથી નીકળી ગયા બાદ એવું કહ્યું કે માતાએ કાઢી મુકી છે

જાફરાબાદમા 12 વર્ષની એક કિશોરીને તેની માતાએ મારમારી ઘરમાથી કાઢી મુકયાની જાણ થતા 181 અભ્યમની ટીમે દોડી જઇ તપાસ કરતા આ સગીરા કુટેવોના કારણે જાતે જ ઘરેથી નીકળ્યાંનુ બહાર આવતા તેને સમજાવટથી પરિવારમા પુન: સ્થાપિત કરાઇ હતી. આ ઘટના જાફરાબાદમા બની હતી. જાફરાબાદથી એક જાગૃત નાગરિકે 181 હેલ્પ લાઇનમા કોલ કરી અહી એક 12 વર્ષની કિશોરી રડે છે અને રડવાનુ કારણ પુછતા ઘરે માતાએ પુન: લગ્ન કરેલા હોય નાની નાની વાતમા ખીજાઇ મારકુટ કરી ઘરમાથી કાઢી મુકી હોવાનુ જણાવે છે.

રાજુલાના સામાજિક કાર્યકરે મહિલાનો સંપર્ક કરી માતા-પિતાનો સંપર્ક કરાવ્યો
જેથી મહિલા હેલ્પ લાઇનની મદદની જરૂર છે. જાણ થતા અમરેલી અભ્યમની ટીમ જાગૃત નાગરિકે બતાવેલા સરનામે મદદ માટે પહોંચી હતી.આ કિશોરીએ અભ્યમ ટીમને જણાવ્યું હતુ કે ગઇકાલથી તેની માતાએ મારકુટ કરી તેને ઘરમાથી કાઢી મુકી છે. રાજુલાના એક સામાજીક કાર્યકર મહિલાનો સંપર્ક કરી માતા પિતાનો સંપર્ક કરવામા આવ્યો હતો. અહી તેની માતાએ જણાવ્યું હતુ કે આ દીકરીને થોડી કુટેવો અને અપશબ્દો બોલવાની આદત પડી છે. જેથી મે ઠપકો આપતા ઘરેથી નીકળી ગઇ હતી. જેથી આવી કુટેવો ભવિષ્યમા તકલીફો ઉભી કરે અને માન સન્માન પર ઠેંસ પહોંચાડે તેવી સમજણ આપી પરિવારમા પુન: સ્થાપિત કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...