તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:150 બિલ્ડીંગમાં ફાયર સેફટીનું એનઓસી જ નથી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાલિકાની ફાયર શાખા દ્વારા શહેરની 40 હોસ્પિટલને એનઓસી મેળવવા નોટીસ અપાઇ છે. આ ઉપરાંત 39 બેંક, 25 હોટેલ અને 40 જેટલી સ્કુલોને પણ આવી નોટીસ અપાઇ છે. - Divya Bhaskar
પાલિકાની ફાયર શાખા દ્વારા શહેરની 40 હોસ્પિટલને એનઓસી મેળવવા નોટીસ અપાઇ છે. આ ઉપરાંત 39 બેંક, 25 હોટેલ અને 40 જેટલી સ્કુલોને પણ આવી નોટીસ અપાઇ છે.
 • રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગથી દર્દીઓના મોતની ઘટના બાદ સરકારમાંથી મળેલા આદેશ પછી અમરેલીમાં પાલિકાએ ફાયર સેફટી અંગે ચેકીંગ હાથ ધર્યું
 • હોસ્પિટલ, બેંકો, હોટેલ અને શાળાઓને પાલિકાની નોટીસ : સાત દિવસમાં એનઓસી મેળવવા તાકિદ

રાજકોટની કોવિડ હોસ્પિટલમા આગથી દર્દીઓના મોતની ઘટના બાદ સરકારમાથી મળેલા આદેશ પછી અમરેલીમા પાલિકાએ છેલ્લા બે દિવસથી ફાયર સેફટી અંગે સઘન ચેકીંગ હાથ ધર્યુ છે. શહેરમા 150 જેટલા સ્થળોએ ફાયર સેફટીના એનઓસી જ લેવામા આવ્યા ન હોય પાલિકા દ્વારા તમામને નોટીસ ફટકારાઇ છે. નવાઇની વાત એ છે કે અહી હોસ્પિટલથી લઇ બેંક અને શાળાઓ પણ ફાયર સેફટીના એનઓસી વગર જ ચાલી રહી છે.

આમ પણ સરકાર ગંભીર ઘટના ઘટે ત્યારબાદ જ જાગે છે. બહુમાળી ઇમારતો કે વ્યાપારી સંસ્થા તથા લોકોની અવરજવરવાળી સંસ્થાઓમા ફાયર સેફટીનુ એનઓસી અનિર્વાય હોવા છતા અમરેલીમા આ નિયમને જાણે ઘોળીને પી જવાયો છે. અહી હોસ્પિટલથી માંડી શાળા કે બહુમાળી ઇમારતો એકપણ સ્થળે પાલિકાનુ એનઓસી લેવામા આવ્યું નથી. રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. અમરેલી નગરપાલિકાની ફાયર શાખા દ્વારા શહેરમા જુદાજુદા વિસ્તારમા આ પ્રકારની બિલ્ડીંગ અને સંસ્થાઓમા વ્યાપક પ્રમાણમા ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે. અને ફાયર સેફટીના પુરતા સાધનો ન હોય કે એનઓસી ન હોય તેવા કારણોસર નોટીસ ફટકારવામા આવી રહી છે. છેલ્લા બે દિવસમા જ પાલિકા દ્વારા 150 વ્યાપારી સંસ્થાનોને આવી નોટીસ ફટકારાઇ છે. આશ્ચર્યની વાત એ છે કે અમરેલીની એકપણ હોસ્પિટલે પાલિકાની ફાયર શાખાનુ એનઓસી મેળવ્યું નથી. આવી જ રીતે એકપણ શાળાએ પણ એનઓસી મેળવ્યું નથી. આ ઉપરાંત વિવિધ સરકારી ઇમારતો, હોટેલ અને રેસ્ટોરેન્ટ, સિનેમા હોલ અને અન્ય વ્યાપારી સંસ્થાઓને પણ નોટીસ ફટકારવામા આવી રહી છે.

ગઇકાલે કલેકટર ઓફિસમા પણ ફાયર સેફટીના સાધનોની સર્વિસ કરવામા આવી હતી. તો બીજી તરફ તમામ શાળાઓ ફાયર સેફટીના પુરતા સાધનો વસાવે અને ફાયર સેફટી અંગેની તમામ જોગવાઇનુ પાલન કરે તે માટે શિક્ષણાધિકારી દ્વારા પણ શાળા સંચાલકોને સુચના આપવામા આવી છે. આ તમામ સંસ્થાનોને સાત દિવસમા ફાયર સેફટીનુ એનઓસી લેવા નોટીસમા તાકિદ કરાઇ છે. જેને પગલે પાલિકાની ફાયર શાખામા આજે એનઓસી મેળવવા ભારે ધસારો જોવા મળ્યો હતો. પાલિકા સુત્રોએ જણાવ્યું હતુ કે આ કાર્યવાહી તબક્કાવાર કરાશે અને આવનારા સમયમા જયાં 10થી વધુ માણસો કામ કરતા હોય તેવા વેપારીઓને પણ નોટીસ આપવામા આવશે.

કેટલી હોસ્પિટલ અને બેંકોને નોટીસ
પાલિકાની ફાયર શાખા દ્વારા શહેરની 40 હોસ્પિટલને એનઓસી મેળવવા નોટીસ અપાઇ છે. આ ઉપરાંત 39 બેંક, 25 હોટેલ અને 40 જેટલી સ્કુલોને પણ આવી નોટીસ અપાઇ છે.

ફાયર સેફટી અંગે રોડ-શો યોજાયો
દરમિયાન આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીના મામલતદાર, પાલિકાના ફાયર ઓફિસર દેસાઇ વિગેરેની નિગરાની વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર ફાયર સેફટી અંગે રેલી યોજવામા આવી હતી. ફાયર શાખાના સાધનો પ્રદર્શિત કરી લોકોને માર્ગદર્શિત કરાયા હતા.

પાલિકા પાસે 3 મોટા અને 1 નાનું ફાયર ફાઇટર
અમરેલી નગરપાલિકા પાસે ત્રણ મોટા ફાયર ફાઇટર છે. ઉપરાંત એક નાનુ ફાયર ફાઇટર છે. આ ઉપરાંત જરૂરી સાધનો અને લોકોની હેરફેર માટે એક ઇમરજન્સી ગાડી તથા એક બાઇક પણ છે.

ખુદ પાલિકામાં જ ફાયર સેફટીની સુવિધા અપૂરતી
નગરપાલિકા દ્વારા શહેરની વ્યાપારી સંસ્થાઓને નોટીસ તો અપાઇ પરંતુ ખુદ પાલિકા કચેરીમા પણ ફાયર સેફટીની સુવિધા અપુરતી છે. પાર્કિંગ એરીયામા ગઇકાલે જ જરૂરી સાધનો મુકાયા હતા. આ ઉપરાંત પ્રથમ માળે અગ્નિશામક સાધનો છે પરંતુ બીજા અને ત્રીજા માળે આ સુવિધા ઉભી કરવાની બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો