તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાની વય, ભારેખમ સમસ્યા:અમરેલીનો 13 વર્ષનો તરૂણ ધરાવે છે 140 કિલો વજનની કાયા, જમવા બેસે તો એકસાથે 7 રોટલા ઝાપટી જાય છે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
140 કિલો વજનનો સાગર. - Divya Bhaskar
140 કિલો વજનનો સાગર.
  • ગરીબ પરિવાર સારવાર કરાવવામાં અસમર્થ

ધારી તાલુકાના ખીચા ગામનાે 13 વર્ષનાે તરૂણ આશ્ચર્યજનક રીતે 140 કિલો વજનની ભારેખમ કાયા ધરાવે છે. કુદરતે આ બાળકને અજીબ બિમારી આપી છે જેના કારણે પાછલા વર્ષાેમા તેનુ વજન અચાનક વધી ગયુ છે. તે જમવા બેસે ત્યારે એકસાથે 7 રોટલા ખાઇ જાય છે. મજુર પરિવાર માટે પુત્રના ખાેરાકનો ખર્ચ પણ આકરાે છે. અને સારવારના ખર્ચની પણ ક્ષમતા નથી.

રૂખડભાઇ કાળુભાઇ છેલ્લા 25 વર્ષથી ધારીના ખીચા ગામમા સ્થાયી થયા છે. પતિ પત્ની બંને મજુરીનુ કામ કરે છે. તેમનાે માત્ર 13 વર્ષની ઉંમરનાે પુત્ર સાગર આ વિશાળ કાયા ધરાવે છે. શરૂઆતમા જન્મ સમયે તો અન્ય બાળકની જેમ જ તેનુ શરીર નોર્મલ હતુ. પરંતુ પાછલા વર્ષોમાં અચાનક તેનુ શરીર વધવા લાગ્યુ અને ખાેરાક પણ વધી ગયો. હાલમા તેનુ વજન 140 કિલો કરતા વધી ગયુ છે. જેના કારણે તરૂણાવસ્થામા જ આ બાળકને હલનચલન તથા રોજીંદી દીનચર્યામા તકલીફ પડી રહી છે.

તેના દાદા કાળુભાઇએ જણાવ્યું હતુ કે સાગર જમવા બેસે ત્યારે એકસાથે 7 રોટલા ખાઇ જાય છે. તેની સારવાર કરાવવાનુ અમારૂ ગજુ નથી. પરિવાર મજુરીકામ કરે છે અને આર્થિક ખેંચ છે. જો સરકાર કંઇક મદદ કરે તાે સાગરની સારવાર થઇ શકે. હાલમા તે ચાલી પણ શકતાે નથી અને પાણીનો લોટો પણ અમારે ભરીને આપવો પડે છે.

વજન ઘટાડવા ભોજન ઓછું કર્યું
સાગરનુ ભારેખમ શરીર થાેડુ હળવુ થાય તે માટે પરિવારે તેના ભાેજનમા ઘટાડો કર્યાે છે. અગાઉ આ તરૂણ દિવસમા ત્રણ વખત જમતાે હતો. પરંતુ હવે બે વખત જમે છે. આમ છતા તેના વજનમા કોઇ ફર્ક પડ્યો નથી.

ઉંમરની સાથે વજન પણ વધ્યું: કાળુભાઇ
સાગરના દાદા કાળુભાઇએ કહ્યું- સાગરના દાદા કાળુભાઇએ જણાવ્યું હતુ કે જન્મ સમયે તે બિલકુલ અન્ય બાળક જેવાે જ હતાે. પરંતુ જેમ જેમ તેની ઉંમર વધતી ગઇ તેમ તેમ તેનાે ખાેરાક પણ વધતાે ગયાે અને શરીર પણ વધતુ ગયુ. આજે 140 કિલાે વજન બાદ તેને હાલવા ચાલવામા પણ તકલીફ પડી રહી છે.