તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:રાજુલાના શિવભક્તની 123મી વખત સાેમનાથ સુધીની પદયાત્રાનાે પ્રારંભ

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાેમવારે મહાઆરતીના દર્શન કરશે : આગેવાનાેએ ફુલહારથી સન્માન કર્યું

રાજુલામા રહેતા શિવભકત દિપક ઠેકેદાર પાછલા 20 વર્ષથી દર શ્રાવણ માસે રાજુલાથી સાેમનાથ સુધી પદયાત્રા કરે છે. તેઅાે અગાઉ 122મી વખત પદયાત્રા કરી ચુકયા છે. ત્યારે અાજે તેમણે 123મી વખત સાેમનાથ સુધીની પદયાત્રાઅે રવાના થયા હતા. અહી અાગેવાનાેઅે તેમને ફુલહાર કરી સન્માનિત કર્યા હતા. તેઅાે સાેમવારે મહાઅારતીના દર્શન કરશે.રાજુલામા રહેતા દિપક ઠેકેદાર શિવજીના પરમ ભકત છે. તેઅાે દર શ્રાવણ માસે અચુક રાજુલાથી સાેમનાથ સુધી પદયાત્રા કરે છે. તેમણે 20 વર્ષથી અા પરંપરા જાળવી રાખી છે.

ઠેકેદાર શિવરાત્રીના દિવસે રાજુલામા રથયાત્રાનુ પણ અાયાેજન કરે છે. તેઅાે રાજુલાથી નીકળી પ્રથમ ઉના અને બાદમા કાેડીનાર રાેકાણ કરી વહેલી સવારે સાેમનાથ પહાેંચે છે. અાજે પણ તેમણે 123મી વખત સાેમનાથ સુધી પદયાત્રાની શરૂઅાત કરી હતી. અહી સેવાભાવી ડાેકટર પી.પી.મુછડીયા, મેડિકલ અેસાે.વતી રાવતભાઇ ગાેહિલ વિગેરે અાગેવાનાેઅે સવારે તેમને ફુલહાર કરી પદયાત્રાનાે અારંભ કરાવ્યાે હતાે.

સાેમનાથ દાદાની કૃપા હશે ત્યાં સુધી પદયાત્રા કરીશ
દિપકભાઇ ઠેકેદારે જણાવ્યું હતુ કે વીસ વર્ષ પહેલા સાેમનાથ સુધી પગપાળા યાત્રાની માનતા કરી હતી. જાે કે ત્યારથી દર શ્રાવણ માસે પદયાત્રા કરૂ છું. જયાં સુધી સાેમનાથ દાદાની મારા પર કૃપા હશે ત્યાં સુધી હું પદયાત્રા કરતાે રહીશ.> દિપકભાઇ ઠેકેદાર

અન્ય સમાચારો પણ છે...