મામો બન્યો ‘કંસ’:અમરેલીમાં 11 વર્ષની ભાણેજ પર કૌટુંબિક મામાએ છ માસ દુષ્કર્મ આચર્યું

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ફરિયાદ કરવા જઇ રહેલી કૌટુંબિક બહેનને મારી નાખવાની ધમકી પણ આપી

અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા એક શખ્સે પોતાની 11 વર્ષની કૌટુંબિક ભાણેજ પર સતત છ માસ સુધી દુષ્કર્મ આચરી શારીરિક છેડછાડ કરી મામા ભાણેજના સંબંધને લજવ્યો હતો. એટલુ જ નહી આ શખ્સે પોતાની બહેનને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ગેરસમજનો લાભ લઈ કૃત્ય કર્યું
અમરેલીમાં ચક્કરગઢ રોડ પર શેરી નંબર-4મા રામવાડીમા રહેતા યશ મહિપતભાઇ ભટ્ટ નામના યુવાન ઉપરાંત તેના પિતા મહિપત હિમતલાલ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. યશની કૌટુંબિક બહેને ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેનની માત્ર 11 વર્ષ અને 5માસની ઉંમરની દીકરી પર તેણે આ કૃત્ય આચર્યુ હતુ. નાની દીકરીની ગેર સમજણનો લાભ લઇ તે વારંવાર તેની સાથે શારીરિક અડપલા કરતો હતો અને અકુદરતી રીતે કામ વાસના સંતોષતો હતો.

કાપી નાખવાનું કહી ધમકી આપી
આ શખ્સે છ માસના સમયગાળા દરમિયાન તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. યશના પિતા મહિપતને આ અંગે જાણ થતા તેણે પોતાના પુત્રને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહી યશની કૌટુંબિક બહેન જયારે આ અંગે ફરિયાદ કરવા પોલીસ મથકે જઇ રહી હતી ત્યારે બાપ દીકરા બંનેએ તમને કાપી નાખવા જોઇએ તેમ કહી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી. માત્ર 11 વર્ષની બાળકી પર કૌટુંબિક મામાના આ પ્રકારના દુષ્કૃત્યથી સમાજમા તેના પર ફિટકાર વરસી રહ્યો છે. બનાવ અંગે સીટી પોલીસે આઇપીસીની જુદીજુદી કલમ ઉપરાંત પોકસો એકટ હેઠળ પિતા પુત્ર બંને સામે ફરિયાદ નોંધી છે. બનાવ અંગે સીટી પીઆઇ તપાસ ચલાવી રહ્યાં છે.