કોરોના અપડેટ:જિલ્લામાં કોરોના લક્ષણ ધરાવતા 2517 ના ટેસ્ટ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનો 0 કેસ : 9893 લોકોનું રસીકરણ

અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા બમણી કરાઇ છે. કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનની દહેશત ઉભી થઈ છે. ત્યારે મંગવારે જિલ્લાના અમરેલીમાં 407, બાબરામાં 267, બગસરામાં 113, ધારીમાં 280, જાફરાબાદમાં 147, ખાંભામાં 161, કુંકાવાવમાં 196, લાઠીમાં 272, લીલીયામાં 80, રાજુલામાં 179, સાવરકુંડલામાં 404 અને અન્ય જગ્યાએ 11 લોકો કોરોના લક્ષણ ધરાવતા હતા. જેના કારણે આરોગ્ય વિભાગે આ તમામ લોકોના કોરોના ટેસ્ટ કર્યા હતા. પણ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

બીજી તરફ જિલ્લામાં અમરેલીમાં 1219, બાબરામાં 1587, બગસરામાં 1114, ધારીમાં 753, જાફરાબાદમાં 632, ખાંભામાં 427, કુંકાવાવમાં 322, લાઠીમાં 417, લીલીયામાં 523, રાજુલામાં 437 અને સાવરકુંડલામાં 2462 લોકોનું રસીકરણ કરાયું હતું. એક જ દિવસમાં 9893 લોકોને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...