બસ બની બેકાબૂ:અમરેલી શહેરમાં મધરાત્રિએ એસટી બસ બેકાબૂ બની, આઠ દુકાન અને વીજપોલને નુકસાન, મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી

અમરેલી2 વર્ષ પહેલા
  • સમગ્ર ઘટના દુકાનોની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ

અમરેલી શહેરમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી એક એસ.ટી બસે આઠ જેટલી દુકાનોને નુકસાન પહોંચાડ્યું છે. એસ.ટી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ બેફામ રીતે દુકાનોને ઘસીને નિકળતાં દુકાનદાકોને નુકસાન થયું છે. જોકે, વહેલી સવારે ચાર વાગ્યે આ ઘટના ઘટતાં મોટી જાનહાનિ ટળી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરાં કેદ થઇ છે.

અમરેલી શહેરમાં વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ પુરપાટ ઝડપે એસ.ટી.બસ આવતા શહેરના સ્ટેશન રોડ પર એસ.ટી.બસે કાબુ ગુમાવી દેતા આઠ જેટલી દુકાનોને નુકસાન પોહચાડ્યુ છે. આઠ જેટલી દુકાનોના બોર્ડ તૂટી ગયા છે. જ્યારે એક વિજપોલ પણ ઉડાડી દેવાયો છે. જોકે, આ ઘટના વહેલી સવારે બનત મોટી દુર્ઘટના ટળી છે.

સ્ટેશન રોડ પર જોખમી વળાકના કારણે અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચુકી છે. જ્યારે આજે વહેલી સવારે વધુ આ ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતી એસ.ટી બસ દુકાનોને ઘસીને નીકળતાં દુકાનોને નુકસાન થયું છે. આ સમગ્ર ઘટના દુકાનોની બહાર લગાવેલા સીસીટીવી કેમરામાં કેદ થઇ છે.

બસ બે ફામ રીતે દોડતી હોવાથી અને દુકાનદારોને આ પ્રકારનુ નુકસાન જતા વેપારીઓએ નારાજગી દર્શાવી હતી અને પોલીસ ફરિયાદ માટેની તાજવીજ હાથ ધરી છે. મોડી સાંજ સુધીમા સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...