આતંક:વડિયા ગામે હડકાયા શ્વાનનાે આતંક : 4 લાેકોને બચકા ભર્યા

વડીયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી સિવીલમાં ઇંજેકશન ન હાેઇ બજારમાંથી લેવા પડ્યા

વડીયામા કૃષ્ણપરા વિસ્તારમા ગતરાત્રીના અેક હડકાયા શ્વાને ચાર વ્યકિતને બચકા ભરી લીધા હતા. જેને પગલે અા વ્યકિતઅાે હડકવા વિરાેધ રસી લેવા માટે અમરેલી સિવીલ અાવ્યા હતા. જાે કે અહી ઇંજેકશન ઉપલબ્ધ ન હાેય અા લાેકાેને બજારમાથી વેચાતા ઇંજેકશન લેવાની ફરજ પડી હતી. હડકાયા શ્વાને ચાર વ્યકિતને બચકા ભરી લીધાની અા ઘટના વડીયામા બની હતી. અહીના કૃષ્ણપરા વિસ્તારમા અેક હડકાયા શ્વાને અહી રહેતા લક્ષ્મી મહેશભાઈ, મહેક જગદીશભાઈ ખુનડીયા, આદીલ હારૂનભાઈ અને ભાવેશ જયંતિભાઈ રાવરાણી નામના વ્યકિતઅાેને બચકા ભરી લીધા હતા.

અા ચારેય વ્યકિતઅાે હડકવા વિરાેધી રસી લેવા માટે અમરેલી સિવીલ હાેસ્પિટલ ખાતે અાવ્યા હતા. જાે કે અહી તેઅાેને જણાવાયું હતુ કે ઇંજેકશન ઉપલબ્ધ નથી જેને પગલે અા લાેકાેને બજારમાથી વેચાતા ઇંજેકશન લઇ અાવવાની ફરજ પડી હતી. ચાર પૈકી અેક વ્યકિતઅે જુનાગઢ ખાતે સરકારી હાેસ્પિટલમા ઇંજેકશન અપાવ્યું હાેવાનુ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...