તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાની ભીતિ:રાજુલા શહેરમા ગટરનુ ભયાનક ગંદુ પાણી સરકારી સર્કિટ હાઉસમા ઘુસી ગયું, તળાવ જેવા દ્રશ્યો સર્જાયા

અમરેલી22 દિવસ પહેલા
  • કોંગ્રેસ શાસિત નગરપાલિકા સામે સોશિયલ મીડિયામા રોષ વ્યકત કરી લોકો વીડિયો વાયરલ મોડે મોડે માત્ર 1 જેસીબી વડે પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી

અમરેલીના રાજુલા શહેરમા છેલ્લા કેટલાય દિવસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શહેરની જનતા આ પાલિકા શાસન સામે હવે રોષ વ્યકત કરી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં ગટરના પાણી ઉભરાઇ રહ્યાં છે. જેના કારણે શહેરીજનોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. રાજુલાના સર્કિટ હાઉસ મા ગટરના ગંદા પાણી ઘુસી જતા રોષ જોવા મળ્યો હતો. અહીં મોડે મોડે માત્ર 1 જેસીબી વડે પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યા સરકારી ઓફિસરો રહે છે ત્યાં જ દૂરદશા ઉભી થઇ છેડો.આંબેડકર સર્કલ થી કોર્ટ,પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલ,આર.એન.બી.વિભાગ સર્કિટ હાઉસ આ પ્રકારના સરકારી ઓફિસરોના રહેણાંક ક્વાર્ટર નજીક જ ગટરના વહેલી સવારથી પાણી ઉભરાય ઉઠ્યા છે અને મોડે મોડે પાલિકાનું 1 માત્ર જેસીબી આવ્યું હતું, પરંતુ આ વચ્ચે સર્કિટ હાઉસ ગ્રાઉન્ડ આખુ પાણીથી તરબોળ બન્યું છે અને ભારે દુર્ગંધ મારી રહ્યું છે, જેના કારણે પાલિકા સામે રોષ સોશિયલ મીડિયા પર લોકો વ્યક્ત કરી રહ્યા છે.

ખૂબ શરમ જનક કહેવાયઃ સ્થાનીકઆ વિસ્તારમા રહેતા હાર્દિકભાઈએ જણાવ્યું છેકે, આ રાજુલા શહેર માટે શરમ જનક કહેવાય. આ અણધડ વહીવટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો આ સરકારી આરામ ગૃહમાં ગટરના તળાવો ભરાય તો આ પ્રજાની શુ દશા હશે તમે વિચાર કરો. સમગ્ર શહેરમાં જિલ્લા કલેકટરે મુલાકાત કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...