ચાંદગઢમાં બન્યો બનાવ:રેવન્યુ વિસ્તારમાં વિકરાળ આગ : 300 વિઘામાં ઘાસ બળીને ખાક

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગના દ્રશ્યો - Divya Bhaskar
રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગના દ્રશ્યો
  • અમરેલી ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે રેવન્યુ વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી. જેના કારણે 300 વિઘામાં ઘાસ બળીને ખાક થઈ ગયું હતું. અમરેલી ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ચાંદગઢના અમીરાજભાઈએ જણાવ્યું હતુ કે ગામની વીડી વિસ્તારમાં આગ લાગી હતી.

આગ એટલી વિકરાળ હતી કે ગામ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. બપોરના સમયે આગની ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હાત. જોત જોતામાં તો 300 વિઘા જેટલી જમીનમાં આગ ફેલાઈ હતી. અને તેમાં રહેલ ઘાસ બળીને ખાક થઈ ગયું હતું. અમરેલી ફાયર વિભાગના હરેશભાઇ સરતેજાએ જણાવ્યું હતું કે બપોરે 3: 15 કલાકે ચાંદગઢમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેને પગલે ફાયરના પ્રવિણભાઈ ચૌહાણ, જગદીશભાઈ ભૂરીયા, હર્ષપાલભાઈ ગઢવી અને લખનભાઈ પરમાર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...