ટેન્ડર પ્રક્રિયા:ખીજડિયા, અમરેલી અને વિસાવદર બ્રોડગેજ લાઇન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 570 કરોડના ખર્ચે રેલ લાઇનનું બ્રોડગેજમાં થવાનું છે રૂપાંતરણ, સુવિધામાં વધારો થશે

અમરેલી શહેરને જોડતી મીટરગેજ લાઇન બ્રોડગેજમા કયારે રૂપાંતરીત થાય છે તેની લોકો વર્ષોથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ખીજડીયાથી અમરેલી થઇ વિસાવદર સુધીની લાઇન માટે રેલવે બેાર્ડ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. વર્ષ 2011મા ખીજડીયા-અમરેલી-વિસાવદર થઇ જુનાગઢ સુધીની રેલ લાઇનને બ્રોડગેજમા રૂપાંતરીત કરવા માટે સર્વે હાથ ધરવામા આવ્યો હતો. સાથે સાથે વિસાવદરથી વેરાવળની લાઇનનો પણ પ્રાથમિક સર્વે કરવામા આવ્યો હતો.

ત્યારબાદ વર્ષ 2014મા નવી સરકારમા સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા રજુઆતો કરવામા આવતા 2014-15મા ખીજડીયા-વિસાવદર, વિસાવદરથી જુનાગઢ અને વિસાવદરથી વેરાવળ એમ ત્રણ વિભાગમા ગેજ પરિવર્તન માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામા આવી હતી. ત્યારબાદ પણ વનતંત્રની મંજુરીઓના અભાવે રૂપાંતરણની પ્રક્રિયા આગળ ધપી ન હતી. આ દરમિયાન આજે ત્રણેય પ્રોજેકટના કામ ઝડપથી ચાલુ થાય તે માટે આરવીએનએલ તરફથી ખીજડીયા વિસાવદર અને વિસાવદર જુનાગઢ ગેજ પરિવર્તન માટે ટેન્ડર ઓનલાઇન કરવામા આવ્યા હતા. ખીજડીયા વિસાવદર લાઇન રૂપિયા 570 કરોડના ખર્ચે અને વિસાવદર જુનાગઢ લાઇન રૂપિયા 334 કરોડના ખર્ચે બ્રોડગેજમા રૂપાંતરીત કરાશે. જયારે વિસાવદર વેરાવળ લાઇન 749 કરોડના ખર્ચે બ્રોડગેજમા તબદીલ કરવા માટેની દરખાસ્ત રેલવે બોર્ડમા છે.

ત્રણેય લાઇન લો પ્રાયોરીટીમાં હતી
સૈધ્ધાંતિક મંજુરી બાદ પણ ફોરેસ્ટ વિભાગની મંજુરીઓ બાકી હોય ત્રણેય લાઇન લો પ્રાયોરીટીમા મુકાઇ હતી. સાંસદ કાછડીયાની રજુઆત બાદ ચાલુ વર્ષે જ તેને લો પ્રાયોરીટીમાથી ટોપ પ્રાયોરીટીમા મુકવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...