તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ બેડામાં ખુશીનો માહોલ:અમરેલી જિલ્લામાં 42 હેડ કોન્સ્ટેબલને હંગામી ધોરણે એએસઆઈની બઢતી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પોલીસ વડાએ સુચના મુજબ ખાલી જગ્યા પર બઢતીના આદેશ કર્યા

અમરેલી જિલ્લામાં 42 હેડ કોન્સ્ટેબલને હંગામી ધોરણે એ.એસ.આઇ તરીકે બઢતી આપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ સરકારની સુચના મુજબ એએસઆઈની ખાલી જગ્યા પર બઢતીના આદેશ કર્યા છે. એક સાથે 42 પોલીસ કર્મચારીઓને બઢતી મળતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ,જિલ્લામાં પોલીસ દળમાં 42 બિન હથિયારી હેડ કોન્સ્ટેબલને તદન હંગામી ધોરણે એએસઆઈ તરીકે પે મેટ્રીક્ષના પે લેવલ 4ના પગાર ધોરણ રૂપિયા 25500- 81100 મુજબ બઢતી આપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ ગૃહ વિભાગ બહાર પાડેલ જાહેરનામાની જોગવાઈઓ મુજબ એએસઆઇની ખાલી પડેલી જગ્યાઓ પર બઢતીના આદેશ કર્યા છે. જ્યારે સીધી ભરતીના એએસઆઈની નિમણુંક અમરેલી જિલ્લામાં કરવામાં આવશે. તેવા સમયે જગ્યા ખાલી નહી હોય તો સૌથી જુનિયરને મૂળ જગ્યાએ મુકવામાં આવશે.

અમરેલી જિલ્લામાં ભગીરથસિંહ જાડેજા, જગદીશભાઈ બલદાણીયા, જનકસિંહ બોરાણા, ભગીરથ રાણા, પ્રકાશભાઈ ચૌહાણ, કપીલભાઈ બગડા, પોપટભાઈ ટોટા, જીતેન્દ્રભાઈ મકવાણા, વલ્કુભાઈ વાળા, હરેશસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ગોહિલ, જયરાજભાઈ વાળા, જયસુખભાઈ ઠૂંમર, શ્યામભાઇ બગડા, કૌશિકભાઈ યાદવ, અમિતભાઇ જોષી, શહેજાદ અખુનજાદા અને શીવાભાઇ જાજલિયા સહિત 42 પોલીસ કર્મચારીઓને પ્રમોશન મળતા પોલીસ બેડામાં અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો