વાતાવરણ:અમરેલી પંથકમાં તાપમાન ઉંચકાતા ઠંડીમાં આંશિક રાહત

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે ગુલાબી ઠંડીનાે અહેસાસ : બપાેરે હુંફાળું વાતાવરણ

હવામાન વિભાગ દ્વારા અાગામી તારીખ 5 અને 6ના માવઠાની અાગાહી કરાઇ છે. જાે કે તેની વચ્ચે અમરેલી જિલ્લામા તાપમાન ઉંચકાતા અહી કાતિલ ઠંડીમાથી લાેકાેઅે રાહત અનુભવી છે. હાલ માત્ર વહેલી સવારે ગુલાબી ઠંડીનાે લાેકાે અહેસાસ કરી રહ્યાં છે. અાજે શહેરનુ ન્યુનતમ તાપમાન 17.4 ડિગ્રી નાેંધાયુ હતુ.

અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસાેથી ઠંડીનાે પારાે સતત ગગડી રહ્યાે હાેય લાેકાેઅે કાતિલ ઠંડીનાે અનુભવ કર્યાે હતેા. જાે કે હાલ તાપમાન ઉંચકાતા કડકડતી ઠંડીમાથી રાહત અનુભવાઇ રહી છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 30.8 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 17.4 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 82 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 3.5 કિમીની નાેંધાઇ હતી.શહેરમા થાેડા દિવસ પહેલા ઠંડીનાે પારાે છેક 9 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે જેને પગલે અહી કાતિલ ઠંડી પડી હતી. તાે હવામા ભેજનુ પ્રમાણ વધતા અને ટાઢાબાેળ પવન ફુંકાતા અહી શિતલહેર ફરી વળી હતી. હાલ કાતિલ ઠંડીમાથી અાંશિક રાહત અનુભવાઇ રહી છે. હજુ પણ અાગામી દિવસાેમા હવામાન વિભાગ દ્વારા માવઠાની અાગાહી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...