ફરિયાદ:તું અમારી સામે કેમ કતરાય છે કહી યુવક પર પાઇપ વડે હુમલો

અમરેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 શખ્સે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો, ફરિયાદ

જાફરાબાદ તાલુકાના ભાડામા રહેતા અરજણભાઇ કાળાભાઇ વાઘેલા (ઉ.વ.26) નામના યુવકે નાગેશ્રી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કાકાના દીકરા મના વાઘેલાએ બજારમા બોલાવી કહેલ કે તુ અમારી સામે શું કામ કતરાઇ છે કહી ગાળો આપી હતી.

બાદમા જગા વાઘેલા, કાનાભાઇ અને વીના વાઘેલાએ પણ બોલાચાલી કરી હતી. જગાએ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો મારમાર્યો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

ચૂંટણીમાં જીતી ગયા મુદ્દે વૃદ્ધ પર પાઇપ વડે હુમલો
અમરેલી : બાબરા તાલુકાના સુખપુરમા રહેતા વશરામભાઇ રવજીભાઇ ઝાપડીયા (ઉ.વ.70) નામના વૃધ્ધે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગામમાથી ખરીદી કરી પોતાના ઘર તરફ જતા હતા.

​​​​​​​ત્યારે ગામના પાદરમા શાળાની સામે રસ્તામા લીંબા નરસિંહભાઇ શેખ, કાનાભાઇ અને સુખાભાઇ વિગેરે બાઇક આડુ નાખી ઉભા રાખી દીધા હતા.બાદમા કહેલ કે અમારા સંબંધી જેરામભાઇ શિયાળની સામે ચુંટણીમા સભ્ય તરીકે ફોર્મ ભરી જીતી ગયા પછી તમને હવા ચડી ગઇ છે કહી ગાળો આપી હતી.

અન્ય સમાચારો પણ છે...