ઉજવણી:અમરેલીમાં આંબેડકર જયંતીના દિવસે શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે રેલી યોજી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકર જંયતી ઉજવાણી, પુષ્પાંજલિ અર્પણ કરાઈ

દેશના બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય રહી છે. એજ રીતે અમરેલી જિલ્લામાં આજે દિવસ ભર ડો.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે ઉજવણી કરાય રહી છે. રાજકીય પાર્ટીના લોકો અને સામાજિક સંસ્થા અગ્રણીના લોકો દ્વારા આંબેડકર સર્કલ અને પ્રતિમાને ફુલહાર કરી રહ્યા છે. ત્યારે અમરેલી,સાવરકુંડલા, રાજુલા,બગસરા,વડીયા,લાઠી,ધારી સહિત મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવણી કરાય રહી છે વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં બાઇક રેલીઓ પણ નીકળી રહી છે મોટાભાગે દલીત સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય રહી છે.

સાવરકુંડલા શહેરમાં શિક્ષકો દ્વારા મૌન રેલી કાઢવામા આવી હતી. તાલુકા પંચાયત કચેરીથી રિદ્ધિ સિદ્ધિ ચોક સુધી મૌન રેલી નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા અને મૌન રેલી નિકળી. અહીં જિલ્લા શિક્ષણ સંઘના હાદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. હજુ જૂની પેન્શન યોજના લાગુ કરવા નારા પોકારી સંકલ્પ પણ લીધો હતો અમરેલી શહેરમાં સમસ્ત દલિત સમાજ દ્વારા ડો.આંબેડકર સર્કલ અને પ્રતિમાને ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતુ.

ગઈ કાલે પોલીસ દ્વારા બાબા સાહેબની આંબેડકર જન્મ જયંતિ શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે માટે પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની બેઠકો બોલાવી હતી. જેમાં વિવિધ સમાજના લોકો પણ જોડાયા હતા. જેથી આજે કાર્યક્રમ દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...