તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:નાેકરી પર જવાનું કહી ઘેરથી નિકળ્યા બાદ શિક્ષક ગુમ થયા, શિક્ષક બાબરકાેટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યાં છે

અમરેલી​​​​​​​4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જાફરાબાદમા રહેતા અને બાબરકાેટ પ્રાથમિક શાળામા ફરજ બજાવતા એક શિક્ષક પાેતાના ઘરેથી નાેકરી પર જવાનુ કહી નીકળ્યાં બાદ ગુમ થઇ ગયા હતા. આ અંગે તેમના પત્નીએ જાફરાબાદ પાેલીસ મથકમા જાણ કરી હતી. શિક્ષક ગુમ થયાની આ ઘટના જાફરાબાદમા બની હતી. અહી રહેતા હેમલતાબેન મીઠાભાઇ સાેલંકીએ જાફરાબાદ પાેલીસ મથકમા જણાવ્યું હતુ કે તેમના પતિ અજયસિંહ બહાદુરસિંહ ચાૈહાણ (ઉ.વ.34) તા. 4/12ના રાેજ સવારે સાડા સાતેક વાગ્યે બાબરકાેટ પ્રાથમિક શાળામા નાેકરી પર જવાનુ કહી ઘરેથી નીકળ્યાં હતા. તેઓ બપાેરે સાડા બારેક વાગ્યે નાેકરી પુરી થઇ હાેવા છતા ઘરે પરત આવ્યા ન હતા. અને ગુમ થઇ ગયા હતા.

હેમલતાબેને પાેલીસને એવુ પણ જણાવ્યું હતુ કે અમારા લગ્ન અાંતર જ્ઞાતિના હાેય અને મારા લગ્ન વખતે મારા માતા પિતા અને ભાઇઓ હાજર હતા. પરંતુ અજયસિંહના માતા પિતા લગ્ન વખતે હાજર ન હતા. અમારા લગ્નથી સાસુ સસરા નારાજ હતા. જેના ટેન્શનમા અજયસિંહ કયાંક જતા રહ્યાં હાેય તેવુ માનવુ છે. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ વી.વી.ડાભી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો