તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગળ વધતો ખતરો:20 કિમીની ઝડપે 'તાઉ-તે' ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડાનો 35 કિમીનો વ્યાપ અને 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે

અમરેલી4 મહિનો પહેલા
ગુજરાત તરફ આગળ વધતો તાઉ-તે વાવાઝોડાનો ખતરો
  • પોરબંદર-મહુવા વચ્ચે 'તાઉ-તે' વાવાઝોડું રાત્રે 8થી 11 વચ્ચે ત્રાટકશે
  • 'તાઉ-તે' વાવાઝોડું 16થી 20 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે

'તાઉ-તે' વાવાઝોડાનો ખતરો ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. મુંબઈ પહોંચેલું વાવાઝોડું રાત્રે ગુજરાતના પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે ટકરાવાની શક્યતા રહેલી છે. એ દરમિયાન વાવાઝોડાને કારણે 165 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. હાલ વાવાઝોડાની મળતી માહિતી પ્રમાણે, વાવાઝોડાનો વ્યાપ 35 કિમી જેટલો છે, જે હાલ 16થી 20 કિમીની સ્પીડે આગળ વધી રહ્યું છે.

વાવાઝોડામાં ગુજરાતનો મોટો વિસ્તાર પ્રભાવિત થઈ શકે
સમુદ્રમાં ઉદભલેવું 'તાઉ-તે' વાવાઝોડું કર્ણાટકના દરિયાકાંઠાથી આગલ વધ્યું હતું. કર્ણાટકમાં વાવાઝોડાને કારણે 4 લોકોનાં મોત થયાં હતાં. ત્યાર બાદ ગોવા અને હાલ મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં બે લોકોનાં મોત થયા છે. હાલ મુંબઈમાં 110 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે આ બધા વચ્ચે સૌથી વધુ જોખમ ગુજરાતમાં રહેલું છે. વાવાઝોડામાં ગુજરાતનો મોટો વિસ્તાર પ્રભાવિત થઈ શકે એવી સંભાવના છે.

165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે
વાવાઝોડાના કેન્દ્રનો ઘેરાવો 30થી 35 કિમીનો છે. જ્યારે ઘેરાવામાં સૌથી તેજ અંદાજે 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જમીન સાથે વાવાઝોડું ટકરાતી વખતે પવનની ગતિ ધીમી થવાનો અંદાજ છે અને એ ‘અતિભીષણ’માંથી ‘ભીષણ’ની કેટેગરીમાં ફેરવાઈ જશે.

વાવાઝોડાની સ્પીડ 20 કિમીનો અંદાજ
વાવાઝોડું કર્ણાટકના દરિયાકિનારાથી આગળ વધી રહ્યું છે. પહેલાં એની ગતિ 15થી 16 જેટલી હતી. ત્યાર બાદ ગોવા અને મહારાષ્ટ્ર સુધી પહોંચવામાં સ્પીડમાં વધારો થયો છે. જ્યારે હાલ વાવાઝોડાની સ્પીડ 20થી વધુ હોવાની શક્યતા છે, જેથી વાવાઝોડું રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન ગુજરાતના તટ સાથે ટકરાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.