તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ટાર્ગેટ 52 હજારનો પણ રસી માત્ર 13 હજારને

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી જિલ્લાને રસીનો જંગી જથ્થો ફાળવાયો : મંગળવારે પણ 38 હજારને રસી આપવા પ્રયાસ
  • આયોજન થયું પણ લોકોને જાણ ન હોવાથી રસીકરણ ઓછું: જિલ્લામાં 52 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે

અમરેલી જિલ્લામાં પ્રથમ વખત આરોગ્ય વિભાગે એક જ દિવસમાં 52200 લોકોને કોરોના રસી આપવાનું આયોજન કર્યું હતું. પણ દિવસમાં માત્ર 12921 લોકો રસી લેવા માટે પહોંચ્યા હતા. લોકોને મહા અભિયાન અંગે જાણ ન હોવાથી રસી લેવા વધુ લોકો આવ્યા ન હતા. જિલ્લા આરોગ્ય વિભાગ પાસે હજુ પણ 50 હજાર રસીના ડોઝ હોવાથી મંગળવારે પણ 38890 લોકોને રસી આપવાનો નિર્ણય કરાયો હતો. રસીકરણ મહા અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં 248 સેન્ટર તૈયાર કરાયા છે.

અમરેલી જિલ્લામાં રસીકરણની કામગીરી શરૂ થયાને સાત મહિના જેટલો સમય વીત્યો છે. અત્યાર સુધીમાં જિલ્લાભરમા 52 ટકા જેટલા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. પણ 11 તાલુકામાં પહેલા 110 સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલતી હતી. ત્યારે પૂરતા ડોઝ ન હોવાથી લોકો રસીકરણ સેન્ટર પરથી રસી લીધા વગર પરત ફરતા હતા. અત્યારે અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસે કોવેક્સી અને કોવીશિલ્ડ મળી 50 હજાર રસીનો ડોઝ પડ્યા છે.

સરકાર દ્વારા અહીં મોટા પ્રમાણમાં રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેના કારણે ગઈકાલે જિલ્લાભરમા 248 સેન્ટર પર 52200 લોકોને રસી આપવાનું તંત્રએ આયોજન કર્યું હતું. પણ રસી લેવા માત્ર 24.75 ટકા લોકો સેન્ટર પર પહોંચ્યા હતા. જેમાં 10438 લોકોએ પ્રથમ અને 2483 એ રસીનો બીજો ડોઝ લીધો હતો.

બીજી તરફ આરોગ્ય વિભાગ પાસે પૂરતા ડોઝ હોવાથી મંગળવારે પણ જિલ્લાભરમાં 38890 લોકોને રસી આપવાનું આયોજન કરાયું હતું. રસીનો વધુ જથ્થો આવતા તંત્ર કાગળ પર તો આયોજન કરી રહ્યું છે પરંતુ લોકો સુધી તેની પુરી જાણકારી પહોંચતી ન હોય આયોજનનો યોગ્ય અમલ થઈ શકતો નથી.

જિલ્લાના ક્યાં તાલુકામાં કેટલા લોકોને રસી આપવાનો ટાર્ગેટ ?
તાલુકોટાર્ગેટરસીકરણ
અમરેલી85901331
બાબરા4260748
બગસરા4580565
ધારી42701380
જાફરાબાદ3790982
ખાંભા32001449
કુંકાવાવ4550897
લાઠી6670809
લીલીયા2490505
રાજુલા38102050
સાવરકુંડલા59902205

​​​​​​​બે દિવસે 16 હજાર ડોઝ રસીના મળે છે
જિલ્લા આરોગ્ય વિભાગના ડો. જાટે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં દર બે દિવસે રસીના 16 હજાર ડોઝ મળે છે. અત્યારે 40 હજાર કોવીશિલ્ડ અને 10 હજાર કોવેક્સીનના ડોઝ ઉપલબંધ છે.>જાટ, આરોગ્ય વિભાગના ડોકટર

બે જ તાલુકામાં 45 ટકા ટાર્ગેટ પૂર્ણ
જિલ્લામાં 11 તાલુકાને ટાર્ગેટ અપાયો હતો.પણ રાજુલામાં 53.81 અને ખાંભાએ 45.28 ટકા ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. બગસરા અને લાઠીમાં માત્ર 12 ટકા રસીકરણ થયું હતું

અન્ય સમાચારો પણ છે...