'તારક મહેતા...'ના કલાકારો અમરેલીમાં:'ટપુ' અને 'સોઢી'એ રાજુલા-જાફરાબાદમાં ગણેશોત્સવમાં હાજરી આપી, બંને કલાકારને મળવા હજારો લોકો પહોંચ્યા

અમરેલી19 દિવસ પહેલા
  • રાજુલાના પૂર્વ ધારાસભ્યના આમંત્રણને માન આપી બંને કલાકાર હાજર રહ્યા હતા
  • ગણેશ પંડાલમાં બંને કલાકારે આરતી ઉતારી
  • ગ્રામ્ય વિસ્તારમાં કરાયેલા ડેકોરેશનના 'ટપુ'એ વખાણ કર્યાં

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમરેલીના રાજુલા-જાફરાબાદમાં યોજાઈ રહેલા ગણેશોત્સવમાં 'તારક મહેતા' કા ઉલ્ટા ચશ્મા ફેમ જૂનો 'ટપુ' (ભવ્ય ગાંધી) અને જૂનો 'સોઢી' (ગુરુચરણસિંહ)એ હાજરી આપી હતી. રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના આમંત્રણને માન આપી અમરેલી આવેલા બંને કલાકારને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

પ્રમુખ

'ટપુ' અને 'સોઢી'ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા
અમરેલીના રાજુલા અને જાફરાબાદના શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કોળી સેનાના આગેવાન હીરા સોલંકીના આમંત્રણને માન આપી 'તારક મહેતા' કા ઉલ્ટા ચશ્મા ફેમ 'ટપુ' અને 'સોઢી' અમરેલી પધાર્યા હતા. બંને કલાકારોએ રાજુલા-જાફરાબાદમાં ગણપતિ પંડાલની મુલાકાત લઈ આરતી ઉતારી હતી. ગણપતિ પંડાલો 'ગણપતિ બાપ્પા મોરયા'ના નાદથી ગુંજી ઊઠ્યા હતા.

બંને કલાકારો સાથે મુલાકાત કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
'
તારક મહેતા' કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં જોવા મળતા 'ટપુ' અને 'સોઢી' પોતાના વિસ્તારમાં આવી રહ્યા હોવાની વાત લોકોને મળતાં જ મોટી સંખ્યામાં લોકો આ બંને કલાકારને મળવા માટે પહોંચ્યા હતા. બંને કલાકારોનું રાજુલા અને જાફરાબાદમાં લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગણેશ પંડાલમાં કરાયેલી રોશનીના 'ટપુ'એ વખાણ કર્યાં
'ટપુ'એ કહ્યું હતું કે મુંબઈ જેવાં મોટાં શહેરોમાં ગણેશોત્સવ દરમિયાન ડેકોરેશન થાય એ સ્વભાવિક છે, પરંતુ નાનાં શહેરોમાં પણ બાળકો અને યુવાઓ દ્વારા ગણેશોત્સવ દરમિયાન જે ડેકોરેશન કરવામાં આવ્યું છે એ પ્રશંસાને પાત્ર છે.

હવે કોણ ભજવે છે 'ટપુ' અને 'સોઢી'નો રોલ?
હાલ 'તારક મહેતા'કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં 'ટપુ'નો રોલ રાજ અનડકટ અને 'સોઢી'નો રોલ બલવિંદરસિંહ સૂરી ભજવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...