તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માસ્ક પહેર્યા વગર ધંધો કરતા વેપારીઓ સામે તંત્રની કાર્યવાહી, ગ્રાહકોને એકઠા કરતા ગુનો નોંધાયો

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરની બજારોમાં માસ્ક પહેર્યા વગર ધંધો કરતા વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી. દામનગરમાં કિરાણાની દુકાન ચલાવતા વેપારી હરેશભાઈ ઘાટલીયા માસ્ક પહેર્યા વગર ધંધો કરતા હોય તેમજ દુકાન પાસે ગ્રાહકો એકઠા કરતા હોય અને હેલ્થ કાર્ડ કઢાવ્યું ન હોય તેની સામે ગુનો નોંધાયો હતો.

કાપડની દુકાન ધરાવતા કીર્તિભાઈ સામે પણ ગુનો નોંધાયો હતો. બગસરામાં પાનના વેપારી રવિ કિશનભાઇ ગોહિલ માસ્ક પહેર્યા વગર ધંધો કરતા હોય તેની સમી કર્યો એ કરાઇ હતી.તેમજ વંડામાં ડેરીના સંચાલક વિપુલભાઈ દુકાને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોય કાર્યવાહી કરવામાં આવી હતી. આવી જ રીતે પોલીસે ચલાલા, કડીયાળી, અમરેલી, ગામમાં કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...