• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Tantra Received 315 Complaints About Bad Roads In The District, Moram Pathri Tantra Said Disposal Of 267 Complaints On Roads

કામગીરી:જિલ્લામાં ખરાબ રસ્તા અંગે તંત્રને 315 ફરિયાદ મળી, રસ્તા પર મોરમ પાથરી તંત્રએ કહ્યું 267 ફરિયાદોનો નિકાલ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજય સરકાર દ્વારા તાજેતરમા રાજયના દરેક વિસ્તારમાથી રસ્તાઅાે ખરાબ હાેય તેવા ફાેટાેગ્રાફસ લાેકાે પાસેથી મંગાવવામા અાવ્યા હતા. અા અભિયાન 10 અાેકટાેબર સુધી ચાલી રહ્યું છે. તંત્રને અત્યાર સુધીમા અમરેલી જિલ્લામાથી 315 ફરીયાદાે મળી ચુકી છે.રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પહેલી અાેકટાેબરથી 10 અાેકટાેબર સુધી રસ્તાની મરામતનુ અા મહા અભિયાન હાથ ધરવામા અાવ્યું છે. માર્ગ અને મકાન મંત્રીઅે અેક નંબર જાહેર કરી રાજયના નાગરિકાે પાસે કયાય પણ રસ્તાની ખરાબ સ્થિતિ દેખાય તાે તેની જાણ અા નંબર પર કરવા અપીલ કરાઇ હતી.

તંત્રને ફરિયાદ મળ્યા બાદ અા ફરિયાદાેનાે તાબડતાેબ નિકાલ કરવાનાે ઉદેશ છે જે અંતર્ગત અમરેલી જિલ્લામા પ્રથમ ચાર દિવસમા જ 315 ફરિયાદાે તંત્રને મળી હતી. જાે કે માર્ગ અને મકાન વિભાગે અેવાે દાવાે કર્યાે હતાે કે મેટલ પેચની કામગીરીથી 267 ફરિયાદાેનાે નિકાલ કરવામા અાવ્યાે હતાે.જૂનાગઢથી બિલખા થઇ માણેકવાડા બગસરા અમરેલી રાેડ પર ગાબડા બુરાયા છે. ઉપરાંત અમેરલી બાયપાસ, જેઠીયાવદર શીલાણા રેાડ, જાળીયા ખારી માવજીંજવા રાેડ, ચાવંડ લાઠી અમરેલી ધારી રાેડ વિગેરે પર ગાબડા કરાયા હતા. જાે કે તંત્ર સામાન્ય રીતે ચાેમાસાના અંતે અાવા ગાબડા કરતુ જ હાેય છે.

અન્ય સમાચારો પણ છે...