• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Taluka Coordination Meeting Was Held At BRC Bhavan In Babra With Lathi Province Officer As Chairman, About 70 Issues Were Resolved.

સંકલન બેઠક:બાબરામાં બી.આર.સી ભવન ખાતે લાઠી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલનની બેઠક યોજાઇ, 70 જેટલા પ્રશ્નો ઉકેલાયા

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિતના તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અમરેલી જિલ્લામા બાબરા શહેરમા બી.આર.સી.ભવન ખાતે તાલુકા સંકલનની બેઠક લાઠી પ્રાંત અધિકારી ગૌતમ ઉત્સવના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમર,મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ પી.આઈ ઝાલા સહિત અન્ય સ્થાનીક અલગ અલગ વિભાગની કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દર મહિને મળતી તાલુકા સંકલની બેઠકમાં લોકો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ ધારાસભ્ય મારફત અથવાતો સીધી બેઠકમાં રજૂ કરતા હોય છે. જેનો ઉકેલ અધિકારીઓ સ્થળ પર કરી આપતા હોય છે ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે આચાર સહિતા લાગુ હોવાથી ચાર મહિને સંકલની બેઠક મળી જેના કારણે અનેક સ્થાનિક નાના મોટા પ્રશ્નો ઢગલા થયા હતા.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રોડ રસ્તા,પાણી,જમીન તેમજ આવાસ સંબંધિત 70 જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા અને મોટાભાગે ધારાસભ્ય વિરજી ઠુમરના કહેવા પ્રમાણે તમામ અધિકારીના સંકલનના કારણે પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે હજુ જે પ્રશ્નનો બાકી રહેશે તે આવતી બેઠકમાં ફરી ઉકેલ લાવવા પ્રયાસ કરીશું.

અન્ય સમાચારો પણ છે...